crime
Ahmedabad News: નારોલમાં NDPS સ્કવોડનો સપાટો, નાસીરખાનની MD ડ્રગ્સ, ગાંજો અને નશાની ગોળીઓ સાથે ધરપકડ
અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં નારોલ પોલીસ સ્ટેશનની NDPS સ્કવોડની ટીમ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન કર્ણાવતી પોલીસ ચોકી નજીક પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, સુહાના નગર વિસ્તારમાં રહેતો નાસીરખાન ઉર્ફે સંજય ઉર્ફે માનસિક નસીમખાન પઠાણ પોતાના કબજા હેઠળના મકાનમાં ગેરકાયદેસર રીતે MD ડ્રગ્સ અને ગાંજાનો જથ્થો રાખીને છૂટકમાં વેચાણ કરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે પંચોને સાથે રાખીને મકાન પર અચાનક દરોડો પાડ્યો હતો. તિજોરીમાંથી ડ્રગ્સ, ગાંજો અને નશાની ગોળીઓ ઝડપાઈ પોલીસ ટીમે ઘરની અંદર હાજર નાસીરખાનની અટકાયત કરી કાયદેસર તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન રૂમમાં રહેલી લોખંડની તિજોરીમાંથી અલગ-અલગ પ્લાસ્ટિકની કોથળીઓ મળી આવી હતી. FSLની પ્રાથમિક તપાસ બાદ જપ્ત કરાયેલ સામાનની વિગત પોલીસે જાહેર કરી છે. મેફેડ્રોન (MD ડ્રગ્સ) - 31 ગ્રામ (કિંમત રૂ. 96,000) ગાંજો - 128 ગ્રામ (કિંમત રૂ. 6,400) અલપ્રાઝોલામ 0.5 MG ટેબલેટ - 300 નંગ (કિંમત રૂ. 725.80) પ્રેગાલાબ 300 ટેબલેટ - 350 નંગ (કિંમત રૂ. 8,645) અન્ય સામાન - મોબાઈલ ફોન અને રૂ. 3,750 રોકડા પોલીસે સ્થળ પરથી કુલ રૂ. 1,17,520.80 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અગાઉ 11 ગુનાઓ અને 2 વખત પાસા હેઠળ કાર્યવાહી ઝડપાયેલો આરોપી નાસીરખાન ઉર્ફે સંજય એક રીઢો અને માથાભારે ગુનેગાર છે. પોલીસ રેકોર્ડ મુજબ તેની સામે અગાઉ મારામારી અને પ્રોહિબિશન સહિત 11 જેટલા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. એટલું જ નહીં, તેની અસામાજિક પ્રવૃત્તિઓને કારણે તેની સામે અગાઉ 2 વખત પાસા (PASA) હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી હતી. ==" target="_blank"> == NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ નારોલ પોલીસે આરોપી નાસીરખાન પઠાણ સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને તેની વિધિવત ધરપકડ કરી છે. આ ડ્રગ્સનો જથ્થો તે ક્યાંથી લાવ્યો હતો, શહેરના કયા વિસ્તારોમાં સપ્લાય કરવાનો હતો અને આ નેટવર્કમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે દિશામાં પોલીસે ઘેરી તપાસ હાથ ધરી છે. આ પણ વાંચો - Sandesh Digital Explainer : તહેવારો પહેલાં ખાંડ બની કડવી..! 40% સુધીના ભાવવધારા પાછળ શું છે મહત્વના કારણ?
Read full article on Sandesh