Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

Ahmedabad News: સોલા સિવિલમાં H1N1 વાયરસના બે દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ, આરોગ્ય વિભાગ એક્શનમાં

📰 Sandesh 🕐 1 min read 📅 August 24, 2026 👁 2 views
Ahmedabad News: સોલા સિવિલમાં H1N1 વાયરસના બે દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ, આરોગ્ય વિભાગ એક્શનમાં
અમદાવાદ શહેરમાં વાયરલ ઈન્ફેક્શનના કેસો વચ્ચે H1N1 (સ્વાઈન ફ્લૂ) વાયરસની એન્ટ્રી થતાં આરોગ્ય વિભાગ એલર્ટ થઈ ગયો છે.શહેરની સોલા સિવિલ હોસ્પિટલમાં સ્વાઈન ફ્લૂ જેવા લક્ષણો ધરાવતા બે દર્દીઓના સેમ્પલ લેબોરેટરી પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા હતા જેમના રિપોર્ટ H1N1 પોઝિટિવ આવ્યા છે. સોલા સિવિલમાં સ્વાઈન ફ્લૂના કેસ નોંધાતા જ સ્થાનિક વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ તુરંત જ એક્શન મોડમાં આવી ગયો છે.વાયરસના સંક્રમણને વકરતું અટકાવવા અને પરિસ્થિતિને પહોંચી વળવા માટે સરકારી હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડ, જરૂરી દવાઓ અને ઓક્સિજન સહિતની પૂરતી વ્યવસ્થાઓ સુસજ્જ કરી દેવામાં આવી છે. ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ રાજ્યમાં ચોમાસાની ઋતુ દરમિયાન પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા પર મેળવેલા સફળ નિયંત્રણ તેમજ સીઝનલ ફ્લૂ (H1N1) સામેની આગોતરી સજ્જતાની સમીક્ષા કરવા માટે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી.વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આયોજિત આ બેઠકમાં રાજ્યની વિવિધ સિવિલ હોસ્પિટલોના તબીબી અધિક્ષકો,મેડિકલ કોલેજોના ડિન તેમજ જિલ્લા અને મહાનગરપાલિકાઓના વરિષ્ઠ આરોગ્ય અધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના નાગરિકોએ સહેજ પણ ચિંતા કરવાની જરૂર નથી આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, ઝાડા-ઉલટી, ટાઇફોઇડ, કોલેરા, મલેરિયા, ચિકનગુનિયા, કમળો કે સામાન્ય સીઝનલ ફ્લૂ જેવા રોગોમાં દર્દીઓને સરકારી હોસ્પિટલોમાં ઝડપી અને શ્રેષ્ઠ સારવાર આપવામાં આવી છે. તબીબો અને આરોગ્ય સ્ટાફ દ્વારા હોસ્પિટલોમાં આપવામાં આવતી નિષ્ઠાપૂર્વકની સેવાઓના પરિણામે જ ગુજરાતનું હેલ્થ મોડલ આજે સમગ્ર દેશમાં ઉદાહરણરૂપ અને નોંધપાત્ર સ્થાન ધરાવે છે. દિલ્હી અને મુંબઈ જેવા મહાનગરોમાંથી H1N1(સીઝનલ ફ્લૂ)ના કેસો સામે આવી રહ્યા છે અને આ બંને શહેરોમાંથી ફ્લાઇટ્સ, ટ્રેન તથા બસ માર્ગે નાગરિકોનું ગુજરાતમાં સતત આવાગમન રહે છે.રાજ્યમાં H1N1નો કોઈ ગંભીર ઉપદ્રવ નથી.દર્દીઓની હાલત સામાન્ય હોવાથી રાજ્યના નાગરિકોએ સહેજ પણ ચિંતા કરવાની જરૂર નથી. આ પણ વાંચોઃ Maharashtra: મરાઠી ભાષાના નામે હેરાન કરવાનું બંધ કરો, મુંબઇમાં ઓટો ચાલકો ઉતર્યા રસ્તા પર
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan