Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

Ahmedabad: સાયોના કલર્સ પ્રા. લિમિટેડ સામે EDની કડક કાર્યવાહી; રૂ. 9.19 કરોડની મિલકતો PMLA હેઠળ જપ્ત

📰 Sandesh 🕐 1 min read 📅 August 24, 2026 👁 2 views
Ahmedabad: સાયોના કલર્સ પ્રા. લિમિટેડ સામે EDની કડક કાર્યવાહી; રૂ. 9.19 કરોડની મિલકતો PMLA હેઠળ જપ્ત
અમદાવાદ સ્થિત એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની ટીમે કરોડો રૂપિયાના બેંક છેતરપિંડી કેસમાં મોટી કાર્યવાહી કરી છે. ED દ્વારા સાયોના કલર્સ પ્રાઇવેટ લિમિટેડ અને તેની સાથે સંકળાયેલી અન્ય ગ્રુપ કંપનીઓ સામે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ રૂ. 9.19 કરોડની વિવિધ સ્થાવર અને જંગમ મિલકતો કામચલાઉ ધોરણે જપ્ત કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે. અમદાવાદ ED ની બેંક ફ્રોડ કેસમાં સપાટો ED ની તપાસમાં બહાર આવ્યું છે કે કંપનીએ વિવિધ બેંકો પાસેથી લોન મેળવીને રૂ. 71.88 કરોડની માતબર રકમની છેતરપિંડી આચરી હતી. કંપની દ્વારા બોગસ કરારો ઊભા કરીને અને સર્ક્યુલર ટ્રાન્ઝેક્શન (નાણાંની ગોળ-ગોળ ફેરબદલી) દર્શાવીને ફંડ ડાયવર્ટ કરવામાં આવ્યું હતું. લોનના ભંડોળનો મૂળ હેતુ પૂરો કરવાને બદલે નાણાં પ્રમોટર્સ અને તેમની ગ્રુપ કંપનીઓ તરફ વાળી દેવાયા હતા. આ ઉપરાંત લેટર ઓફ ક્રેડિટ (LC) સુવિધાનો પણ મોટો દુરુપયોગ કરવામાં આવ્યો હોવાના સચોટ પુરાવા સાંપડ્યા છે. બેંકો સાથે રૂ. 71.88 કરોડની છેતરપિંડીનો પર્દાફાશ ED ની સઘન તપાસ દરમિયાન એ વાતનો પણ ચોંકાવનારો ખુલાસો થયો છે કે બેંકમાંથી મેળવેલી લોનના ભંડોળનો ઉપયોગ કરીને પ્રમોટર્સે પોતાના નામે અને સંબંધિત કંપનીઓના નામે 4 જેટલી ખેતીની જમીનો ખરીદી હતી. આ સિવાય 2 ઔદ્યોગિક જમીન અને એક પ્રાઇમ રહેણાંક ફ્લેટ પણ બેંક ફ્રોડના નાણાંથી ઊભા કરવામાં આવ્યા હોવાનું સામે આવતાં તેને ટાંચમાં લેવામાં આવ્યા છે. કુલ જપ્તી રૂ. 9.62 કરોડ પહોંચી લોનના નાણાંથી ખરીદવામાં આવેલી 4 ખેતીની જમીન, 2 ઔદ્યોગિક જમીન અને 1 રહેણાંક ફ્લેટ. બેંકમાં રાખવામાં આવેલી ટર્મ ડિપોઝિટ (FD) અને ૨ ડીમેટ ખાતામાં રહેલા ઈક્વિટી શેર. આ કેસમાં ED દ્વારા કરવામાં આવેલો આ બીજો જપ્તીનો આદેશ છે. આ સાથે જ કેસમાં જપ્ત કરાયેલી કુલ મિલકતોનું મૂલ્ય હવે વધીને રૂ. 9.62 કરોડ પહોંચી ગયું છે.આ સમગ્ર મામલે નાણાકીય હેરાફેરીના મૂળ સુધી પહોંચવા અને આ કેસમાં સંકળાયેલા અન્ય પ્રમોટર્સ તથા મળતિયાઓ સામે કાર્યવાહી કરવા ED દ્વારા વધુ તપાસ હજુ પણ જારી રાખવામાં આવી છે. આ પણ વાંચો: Surat: SRK ડાયમંડ પાસે 25 લાખની ખંડણી માંગનાર કંપનીનો જ પૂર્વ કર્મચારી વિજય દેસાઈ ધરપકડ
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan