Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
crime

Ahmedabadની SVP હોસ્પિટલમાં PMJAY યોજનાના રૂ.39.78 લાખના સર્જીકલ સાધનો બારોબાર વેચી દેવાયાનો ઘટસ્ફોટ!

📰 Sandesh 🕐 1 min read 📅 November 3, 2026 👁 4 views
Ahmedabadની SVP હોસ્પિટલમાં PMJAY યોજનાના રૂ.39.78 લાખના સર્જીકલ સાધનો બારોબાર વેચી દેવાયાનો ઘટસ્ફોટ!
અમદાવાદ શહેરની અગ્રણી એવી એસ.વી.પી. (SVP) હોસ્પિટલમાંથી એક અત્યંત ચોંકાવનારી અને ગંભીર ગેરરીતિનો મામલો સામે આવ્યો છે. કેન્દ્ર સરકારની પ્રખ્યાત આયુષ્માન ભારત - PMJAY (પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના) અંતર્ગત ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓની નિઃશુલ્ક સારવાર માટે ફાળવવામાં આવતા સર્જીકલ સાધનોની કાળી બજારી થતી હોવાનો પર્દાફાશ થયો છે. હોસ્પિટલમાંથી અંદાજે રૂ.39.78 લાખની માતબર કિંમતના સર્જીકલ સાધનો બારોબાર વેચી દેવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપો થતા સમગ્ર આરોગ્ય ક્ષેત્રમાં ભારે ચકચાર મચી ગઈ છે. ઓળખ કાર્ડનો દુરુપયોગ અને તબીબોની સંડોવણીની આશંકા આ સમગ્ર કૌભાંડ હોસ્પિટલના ઉપરી અધિકારીઓની જાણ બહાર ખૂબ જ ચતુરાઈપૂર્વક આચરવામાં આવ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ કેસમાં આશરે 8 જેટલા તબીબો શંકાના દાયરામાં આવ્યા છે. તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે ઓળખ કાર્ડનો દુરુપયોગ કરીને મોટા પ્રમાણમાં સાધનો મેળવવામાં આવ્યા હતા. એક તબીબ દ્વારા તો રૂટીન પ્રક્રિયા વિરુદ્ધ જઈને 90 જેટલા સર્જીકલ ડ્રેપ ઇશ્યૂ કર્યા હોવાની પણ કબૂલાત કરવામાં આવી છે. હોસ્પિટલ પ્રશાસનની કામગીરી સામે ગંભીર સવાલો સરકારી યોજનાના માધ્યમથી જરૂરિયાતમંદો સુધી પહોંચાડવાની સામગ્રી આ પ્રકારે બારોબાર વેચાઈ જવાની ઘટનાએ હોસ્પિટલ પ્રશાસનની પારદર્શિતા અને આંતરિક સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો ખડા કર્યા છે. આટલી મોટી રકમનું કૌભાંડ સામે આવ્યું હોવા છતાં હજુ સુધી જવાબદારો સામે સત્તાવાર કે કડક કાર્યવાહી ન કરવામાં આવી હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. આ ગંભીર મામલે વહીવટી તંત્ર દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan