crime
Ahmedabadમાં AMC ના અધિકારીનો સપાટો: ઓઢવમાં રોડ કામગીરીમાં બેદરકારી બદલ એજન્સીને બ્લેક લિસ્ટ કરવા સૂચના
અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા શહેરમાં ચાલી રહેલા રોડ રિ-સરફેસિંગના કામોમાં ગુણવત્તા જળવાય તે માટે પ્રશાસને આકરું વલણ અપનાવ્યું છે. પૂર્વ ઝોનમાં આવેલા ઓઢવ વિસ્તારમાં રોડના કામ દરમિયાન ગંભીર બેદરકારી સામે આવતાં ઇનચાર્જ મુખ્ય સિટી ઇજનેર ઋષિ પંડ્યા એજન્સીના કર્મચારીઓ પર ભારે લાલઘૂમ થયા હતા. લોકહિતના કામોમાં સહેજ પણ ચલાવી ન લેવાની નીતિ સાથે તેમણે સ્થળ પર જ કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે. રાત્રિ વિઝિટ દરમિયાન ખુલ્લી પડી બેદરકારી અમદાવાદ મહાનગરપાલિકાના ઇનચાર્જ મુખ્ય સિટી ઇજનેર ઋષિ પંડ્યાએ ગઈકાલે રાત્રિના સમયે ઓઢવ વિસ્તારમાં ચાલી રહેલા રોડ રિ-સરફેસિંગ કામગીરીની અચાનક (સરપ્રાઇઝ) મુલાકાત લીધી હતી. આ સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન કોન્ટ્રાક્ટર અને એજન્સીની ઘોર લાપરવાહી સામે આવી હતી. રસ્તા પર ડામર અને રોડ મટીરિયલ પાથરી દેવામાં આવ્યું હતું પરંતુ તેને સરખું કરવા માટે સ્થળ પર રોલર જ હાજર નહોતું. રોલર વગર જ મટીરિયલ પાથરી દેવાતાં કામની ગુણવત્તા સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા હતા. એજન્સીને બ્લેક લિસ્ટ કરવાના કડક આદેશ સ્થળ પર જઈને આ પ્રકારની ગંભીર લોલમલોલ જોઈને ઇનચાર્જ મુખ્ય સિટી ઇજનેર અત્યંત આકરા પાણીએ જોવા મળ્યા હતા. તેમણે ઘટનાસ્થળે જ અધિકારીઓને સંબંધિત કોન્ટ્રાક્ટર/એજન્સી સામે કડકમાં કડક પગલાં ભરવા અને તેને તુરંત બ્લેક લિસ્ટ (કાળી યાદીમાં મૂકવા) કરવા માટે સ્પષ્ટ સૂચના આપી દીધી છે. AMC ની આ આકરી કાર્યવાહીથી રોડ બનાવતી અન્ય એજન્સીઓ અને બેદરકાર કોન્ટ્રાક્ટરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read full article on Sandesh