Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

Ahmedabadમાં MD ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો, 198.5 ગ્રામ મેફેડ્રોન સાથે શખ્સની ધરપકડ

📰 Sandesh 🕐 1 min read 📅 August 20, 2026 👁 1 views
Ahmedabadમાં MD ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો, 198.5 ગ્રામ મેફેડ્રોન સાથે શખ્સની ધરપકડ
અમદાવાદ શહેરમાં નશીલા પદાર્થોની હેરાફેરી સામે કડક ઝુંબેશ ચલાવી રહેલી ક્રાઈમ બ્રાન્ચે એક સફળ ઓપરેશન પાર પાડીને ગેરકાયદેસર મેફેડ્રોન (MD) ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી છે. ચોક્કસ બાતમીના આધારે પોલીસે મણિનગર ચાર રસ્તાથી જયહિંદ ચાર રસ્તા તરફ જતા માર્ગ પર આવેલા LG શોરૂમ સામે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન આરોપી પાસેથી 198.5 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજિત કિંમત રૂ. 5.95 લાખ આંકવામાં આવી છે. પોલીસે ડ્રગ્સ અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 6.05 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મધ્યપ્રદેશથી ડ્રગ્સ લાવી અમદાવાદમાં વેચવાનું નેટવર્ક ઝડપાયેલા આરોપીની ઓળખ શાહરૂખખાન ઉર્ફે બાવા શરીફખાન પઠાણ તરીકે થઈ છે, જે હાલ મધ્યપ્રદેશના મંદસોર ખાતે નારસૈયદ દરગાહ પાસે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી મંદસોરથી જથ્થાબંધ MD ડ્રગ્સ ખરીદીને અમદાવાદ લાવતો હતો અને અહીંના સ્થાનિક ડ્રગ્સ પેડલરોને સપ્લાય કરતો હતો. પકડાયેલા આરોપી આ અગાઉ રાજસ્થાનના ગડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં 8 કિલોગ્રામ લીલા ગાંજા સાથે NDPS એક્ટ હેઠળના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કાયદાકીય કાર્યવાહી અને આગળની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપી શાહરૂખખાન સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને તેની વિધિવત ધરપકડ કરી છે. આરોપી મધ્યપ્રદેશમાં કોની પાસેથી આ ડ્રગ્સ લાવતો હતો અને અમદાવાદમાં કયા-કયા સ્થાનિક પેડલરોને ડ્રગ્સ પહોંચાડવાનો હતો, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ સમગ્ર રેકેટ સાથે જોડાયેલા અન્ય સાગરીતોને પણ ઝડપી પાડવા માટે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ પણ વાંચો : Bhavnagar લઠ્ઠાકાંડમાં મોટો ખુલાસો, બે વખત બનાવ્યો ડુપ્લિકેટ દારૂ, બીજી વખતમાં કર્યો મિથેનોલનો ઉપયોગ
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan