Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
education

સિલ્વર ઓક યુનિવર્સિટીમાં AI-ક્લાઉડ પર APEX કાર્યક્રમ:USAના નિષ્ણાત ડાર્કો મેસરોસે વિદ્યાર્થીઓને ટેકનોલોજી માટે માર્ગદર્શન આપ્યું

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 17, 2026 👁 2 views
સિલ્વર ઓક યુનિવર્સિટીમાં AI-ક્લાઉડ પર APEX કાર્યક્રમ:USAના નિષ્ણાત ડાર્કો મેસરોસે વિદ્યાર્થીઓને ટેકનોલોજી માટે માર્ગદર્શન આપ્યું
સિલ્વર ઓક યુનિવર્સિટી ખાતે AWS સ્ટુડન્ટ બિલ્ડર ગ્રુપ અને IEEE સ્ટુડન્ટ બ્રાન્ચ દ્વારા “APEX: રાઈસ બિયોન્ડ ધ કલાઉડ” કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને ક્લાઉડ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ઝડપથી વિકસતી ટેકનોલોજીની દુનિયા સાથે જોડવાનો હતો. આનાથી તેમને નવી ટેકનોલોજી સમજવા, શીખવા અને નવા વિચારો સાથે આગળ વધવા માટે પ્રેરણા મળી. આ કાર્યક્રમમાં એમેઝોન વેબ સર્વિસ (AWS), યુએસએના ડેવેલોપર એડવોકેટ ડાર્કો મેસરોસ દ્વારા એક ખાસ સત્રનું આયોજન કરાયું હતું. ડાર્કોએ પોતાના જ્ઞાન અને અનુભવો દ્વારા વિદ્યાર્થીઓને બદલાતી ટેકનોલોજીમાં સતત શીખતા રહેવા અને નવી શક્યતાઓ શોધવા માટે પ્રેરણા આપી. તેમણે વિદ્યાર્થીઓને 'બનાવો, શીખો અને શોધો'ના અભિગમ સાથે આગળ વધવા પ્રોત્સાહિત કર્યા. તેમણે ટેકનોલોજીના સતત બદલાતા સ્વરૂપ વચ્ચે જિજ્ઞાસા, સતત શીખવાની ભાવના અને એન્જિનિયરિંગ વિચારસરણી વિકસાવવાના મહત્વ પર ભાર મૂક્યો. ખાસ કરીને AIના ઝડપથી વિકસતા ક્ષેત્રમાં, નવી ટેકનોલોજીને માત્ર વાપરવાને બદલે તેને સમજવા, સવાલો પૂછવા અને નવા ઉકેલો શોધવાની માનસિકતા કેળવવા માટે વિદ્યાર્થીઓને પ્રેરણા આપવામાં આવી. આ સત્ર દ્વારા વિદ્યાર્થીઓને AI અને ક્લાઉડ ટેકનોલોજીના વધતા ક્ષેત્ર સાથે પોતાની ટેકનિકલ કુશળતાઓને જોડવા માટે મહત્વનું માર્ગદર્શન મળ્યું. તેમને ભવિષ્યની ટેકનોલોજીકલ તકો માટે પોતાને તૈયાર કરવાની દિશા મળી. નિષ્ણાતના વાસ્તવિક અનુભવ અને વિદ્યાર્થીઓ સાથેના સંવાદે આ કાર્યક્રમને ખૂબ જ જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયી બનાવ્યો. “APEX: રાઈસ બિયોન્ડ ધ કલાઉડ” કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓને પરંપરાગત શિક્ષણની સીમાઓથી આગળ વધીને 'બનાવો, શીખો અને શોધો'ની ભાવના સાથે ટેકનોલોજીની નવી ઊંચાઈઓ સર કરવા પ્રેરણા મળી. આ પહેલે વિદ્યાર્થીઓમાં સતત શીખવાની વૃત્તિ, નવીનતા અને એન્જિનિયરિંગ અભિગમને પ્રોત્સાહન આપ્યું. તેમને વિકસતા AI અને ક્લાઉડ ટેકનોલોજીના યુગમાં ભવિષ્ય માટે તૈયાર થવા માટે એક સારો મંચ મળ્યો.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan