crime
Ambajiમાં પાલનપુર LCBનો સપાટો! ક્રેટામાંથી 804 બોટલ વિદેશી દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો
પાલનપુર એલસીબી (LCB) ટીમને ચોક્કસ ગુપ્ત બાતમી મળી હતી કે અંબાજી નજીકના દાંતા વિસ્તારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો પસાર થવાનો છે. આ બાતમીના આધારે LCBની ટીમે કણબીયા વાસથી કુંડેલ જવાના માર્ગ પર તાત્કાલિક ગોઠવાઈને સઘન નાકાબંધી કરી હતી. પોલીસની આ નાકાબંધી જોઈને દારૂની તસ્કરી કરી રહેલો ક્રેટા ગાડીનો ચાલક ગભરાઈ ગયો હતો અને ગાડી માર્ગ પર જ બિનવારસી છોડીને અંધારાનો લાભ ઉઠાવી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. 10.08 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત પોલીસ ટીમે બિનવારસી હાલતમાં મળેલી ક્રેટા કારની બારીકાઈથી તલાશી લેતાં તેમાંથી વિદેશી દારૂ અને બિયરનો વિશાળ જથ્થો મળી આવ્યો હતો. LCBની ટીમે કારમાંથી વિદેશી દારૂ તથા બિયરની કુલ 80૪ બોટલો જપ્ત કરી હતી. ઝડપાયેલા દારૂના જથ્થા અને તસ્કરીમાં ઉપયોગમાં લેવાયેલી લક્ઝુરિયસ ક્રેટા ગાડી મળીને પોલીસે કુલ રૂ. 10,08,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. પ્રાથમિક તપાસમાં આ જથ્થો ગુજરાતમાં ઘૂસાડવાનું એક મોટું ગુનાહિત ષડયંત્ર હોવાનું સામે આવ્યું છે. દાંતા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની તપાસ રાજ્યમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે અંબાજી અને દાંતાના સરહદી વિસ્તારમાંથી વિદેશી દારૂ ઘૂસાડવાના આ બુટલેગરોના પ્રયાસને એલસીબીએ સફળતાપૂર્વક નિષ્ફળ બનાવ્યો છે. આ સમગ્ર મામલે દાંતા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે હાલ ફરાર થઈ ગયેલા ગાડીના ચાલક તેમજ દારૂનો આ જથ્થો કોણે મંગાવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં ચક્ર ગતિમાન કરીને ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. આ પણ વાંચો : Botadમાં બેકાબૂ સ્વિફ્ટ વીજપોલ સાથે અથડાઈ, બે વ્યક્તિઓનો આબાદ બચાવ
Read full article on Sandesh