Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
top

અમદાવાદના લો ગાર્ડન હેપ્પી સ્ટ્રીટની મેટર ફરી હાઇકોર્ટમાં:ફેરિયાઓએ કહ્યું- ટેન્ડરની કિંમત ખૂબ ઊંચી, હાઇકોર્ટે હળવા અંદાજમાં કહ્યું કે ખાઉ ગલીનું નામ હેપ્પી સ્ટ્રીટ કરીને AMC શું મેળવવા માંગતું હતું ?

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 October 28, 2026 👁 3 views
અમદાવાદના લો ગાર્ડન હેપ્પી સ્ટ્રીટની મેટર ફરી હાઇકોર્ટમાં:ફેરિયાઓએ કહ્યું- ટેન્ડરની કિંમત ખૂબ ઊંચી, હાઇકોર્ટે હળવા અંદાજમાં કહ્યું કે ખાઉ ગલીનું નામ હેપ્પી સ્ટ્રીટ કરીને AMC શું મેળવવા માંગતું હતું ?
લો ગાર્ડન નજીક આવેલી ખાઉ ગલીમાંથી ફેરિયાઓને હટાવવામાં આવ્યાના 8 વર્ષ બાદ પણ આ વિવાદ ગુજરાત હાઇકોર્ટમાં ફરી સામે આવ્યો છે. બુધવારે હાઇકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આ જગ્યા જેનું નામ બદલીને હેપ્પી સ્ટ્રીટ કરવામાં આવ્યું છે. તેની 24 સ્ટોલની ફાળવણી માટેના ટેન્ડર પ્રક્રિયામાં આગળ ન વધવા માટે મૌખિક સૂચના આપી છે. ઊંચી ટેન્ડર કિંમતો સામે 17 ફેરિયાઓની હાઇકોર્ટમાં અરજી હટાવવામાં આવેલા 17 ફેરિયાઓએ એક અરજી દાખલ કરીને હાઇકોર્ટને વિનંતી કરી છે કે, તેઓ AMCને હેપ્પી સ્ટ્રીટમાં સ્ટોલ ફાળવવાનો નિર્દેશ આપે. અરજદારોએ રજૂઆત કરી હતી કે ટેન્ડરની કિંમતો એટલી ઊંચી છે કે તેઓ તેમાં ભાગ લઈ શકે તેમ નથી. તેમના વકીલોના જણાવ્યા મુજબ તેમની આ માંગણીનો આધાર એ 36 અન્ય ફેરિયાઓનું પુનર્વસન છે, જેમને 2018માં તેમની સાથે જ હટાવવામાં આવ્યા હતા. ગુજરાત કોલેજને બદલે મૂળ સ્થાને પુનર્વસન મળ્યાનો દાવો અગાઉ તમામ ફેરિયાઓએ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા, પરંતુ તેમની અરજી ફગાવી દેવામાં આવી હતી. ત્યારબાદ આમાંથી 36 ફેરિયાઓએ અપીલ દાખલ કરી હતી. હાઇકોર્ટે સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ હેઠળ તેમને જગ્યા આપવા આદેશ કર્યો હતો અને AMCએ તેમને ગુજરાત કોલેજ નજીક જગ્યા આપવાનું નક્કી કર્યું હતું. જો કે અરજદારોની રજૂઆત મુજબ, બાદમાં આ ફેરિયાઓને લો ગાર્ડન નજીક જ, જે જગ્યાએથી હટાવવામાં આવ્યા હતા ત્યાં જ ફરી જગ્યા આપવામાં આવી હતી. તમામ ફેરિયાઓ સાથે એકસમાન વ્યવહાર કરવા રજૂઆત સમાનતા અને ન્યાયની માંગ સાથે આ 17 અરજદાર ફેરિયાઓએ પણ લો ગાર્ડન નજીક જગ્યા ફાળવવાની માંગ કરી છે અને ડીવિઝન બેન્ચ સમક્ષ અપીલ કરનાર 36 ફેરિયાઓના જૂથ જેવો જ વ્યવહાર AMC તેમની સાથે પણ કરે એવી માંગ કરી છે. કોર્ટને ગેરમાર્ગે દોરાઈ રહી હોવાનો AMCનો પલટવાર હાઇકોર્ટના પ્રશ્નના જવાબમાં AMCના વકીલે રજૂઆત કરી હતી કે અદાલતને ગેરમાર્ગે દોરવામાં આવી રહી છે અને તેઓ એક સોગંદનામું દાખલ કરીને એ સંજોગો સ્પષ્ટ કરશે કે હાલના અરજદારોની સરખામણી અન્ય ફેરિયાઓ સાથે કેમ ન કરી શકાય. AMCએ જવાબ આપવા માટે મંગળવાર સુધીનો સમય માંગ્યો હતો, જેના પર હાઇકોર્ટે AMCને ત્યાં સુધી ટેન્ડર પ્રક્રિયા આગળ ન વધારવા જણાવ્યું હતું. ‘ખાઉ ગલી’ને નષ્ટ કરીને AMCએ શું મેળવ્યું? સુનાવણી દરમિયાન કોર્ટે હળવા અંદાજમાં કહ્યું હતું કે AMCએ આ જગ્યાનું નામ ખાઉ ગલીમાંથી બદલીને હેપ્પી સ્ટ્રીટ કરીને કોર્ટ પ્રત્યે પૂર્વગ્રહ ઊભો કર્યો છે. આ અમદાવાદના સૌથી આઇકોનિક સ્થળોમાંથી એક હતું. બહારથી અમદાવાદ આવતી કોઈ પણ વ્યક્તિ બે જગ્યાએ જવા માંગતી હતી. એક માણેક ચોક અને આ ખાઉ ગલી. AMC એ 2018થી તેને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધું છે. આમ કરીને AMC શું હાસલ કરવા માંગતું હતી?
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan