top
AMC મેડિકલ કોલેજ- હોસ્ટેલની 15 કેન્ટિનમાં ફૂડ વિભાગનું ચેકિંગ:એક પણ જગ્યાએથી અનહાઇજેનિક કે અખાદ્ય પદાર્થ ન મળ્યો, 42 જેટલા ખાદ્ય પદાર્થના નમૂના લીધા
વિવિધ કોલેજો અને હોસ્ટેલની કેન્ટીનમાં ખાવા પીવાની ચીજ વસ્તુઓની ગુણવત્તા સામે સવાલો ઉભા થતા હોય છે ત્યારે શહેરની કોલેજો અને હોસ્ટેલની કેન્ટીનમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. કુલ 15 પીજી અને અન્ય હોસ્ટેલ તેમજ કોલેજની કેન્ટીનની તપાસ કરવામાં આવી છે. ફૂડ વિભાગને એક પણ જગ્યાએથી અનહાઇજેનિક કે કોઈ અખાદ્ય પદાર્થ મળી આવ્યો નથી. ફૂડ વિભાગની ટીમ દ્વારા 42 જેટલા ખાદ્ય પદાર્થના નમૂના લેવામાં આવ્યા છે. ફૂડ વિભાગના અધિકારી ડો. તેજસ શાહે જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી વિવિધ હોસ્ટેલની કેન્ટીનો તથા મેસમાં વિદ્યાર્થીઓને પીરસવામાં આવતા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, સ્વચ્છતા તથા ફૂડ સેફ્ટી અંગેની જોગવાઈઓનું પાલન થાય છે કે કેમ તે અંગે સઘન તપાસ હાથ ધરાઈ હતી. વિવિધ બાબતોની સ્થળ પર તપાસ કરવામાં આવી હોસ્ટેલની કેન્ટીનોમાં ખાદ્ય પદાર્થો તૈયાર કરવાની પ્રક્રિયા, સંગ્રહ વ્યવસ્થા, કાચા માલ તથા તૈયાર ખોરાકની જાળવણી, રસોડાની સ્વચ્છતા, વાસણો તથા સાધનોની સ્વચ્છતા, પીવાના પાણીની વ્યવસ્થા, ખાદ્ય પદાર્થોને ઢાંકીને રાખવાની વ્યવસ્થા તેમજ કચરાના યોગ્ય નિકાલ સહિતની વિવિધ બાબતોની સ્થળ પર તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કેન્ટીન સંચાલકોને Food Safety and Standards Act, 2006 તથા તે હેઠળ બનાવવામાં આવેલા નિયમો અને નિયમનોની જોગવાઈઓનું ચુસ્તપણે પાલન કરવા અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. તપાસ કરવામાં આવેલી કેન્ટીનો/હોસ્ટેલ મેસની વિગતો
Read full article on Divya Bhaskar