top
AMCએ સરકાર પાસે ગ્રાન્ટ હેઠળ 3636 કરોડ માગ્યા:નવા રોડથી લઈને સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ અને પ્રાથમિક સુવિધાના કામો માટે દરખાસ્ત
રાજ્ય સરકારે શહેરમાં વિકાસના કામો કરવા માટે મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના હેઠળ આપવામાં આવતી ગ્રાન્ટમાંથી રૂ. 3636 કરોડના કામો માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સરકારને દરખાસ્ત મોકલી છે. નવા રોડ બનાવવા અને રીપેર કરવા, પાર્ટી પ્લોટ, મીની સ્પોર્ટસ કોમ્પલેક્ષ, સ્વિમિંગ પૂલ, લાઇબ્રેરી સહિતના વિકાસ કામો માટે દરખાસ્ત સરકારમાં મોકલવામાં આવી છે. 472 કરોડના ખર્ચે વ્હાઇટ ટોપીંગ રોડ સહિતના કામો મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત 315 કરોડ રૂપિયાની ગ્રાન્ટની સામે 472 કરોડના ખર્ચે લાંભા વોર્ડમાં વ્હાઇટ ટોપીંગ રોડ, ખાડીયા અને રીલીફ રોડ પર વિવિધ રસ્તાઓને મીલીંગ કરીને તેને ફરીથી બનાવવા, બોપલમાં એમ્પાયરથી સાન્વી નિર્માણ સુધીના રસ્તો નવો બાવવા, એલજે કોલેજથી ચીરીપાલ હાઉસ સુધી રસ્તો બનાવવો. વેજલપુર વિસ્તારમાં કેમ્બેલ હોટલ નજીક અને ફીઝીયોથેરાપી સેન્ટર પાસેના રસ્તા બનાવવા, રથયાત્રાના રૂટ પર રસ્તા બનાવવા, નારણપુરામાં વ્હાઇટ ટોપીંગ રસ્તો, શિવરંજનીથી ઇસ્કોન, સોબો સેન્ટરથી એસપી રીંગ રોડ, થલતેજ તેમજ ચાંદખેડામાં વ્હાઇટ ટોપીંગ રોડ સહિત વિવિધ વિસ્તારમાં રસ્તા બનાવવા માટે દરખાસ્ત કરવામાં આવી છે. સુવિધાના કામો માટે 2535 કરોડની દરખાસ્ત શહેરમાં આંતર માળખાકીય સુવિધાના કામો માટે 2535 કરોડની દરખાસ્ત મુકાઈ છે. શહેરની આગવી ઓળખ માટે પણ દરખાસ્ત મુકવામાં આવી છે, મેડિકલ સાધનો અને દવાઓ માટે 161 કરોડથી વધારેની દરખાસ્ત કરવામાં આવી છે. જેમાં એલજી અને શારદાબેન હોસ્પિટલમાં ફર્નિચર સહિતની વ્યવસ્થા ઉભી કરવા દરખાસ્ત કરાઇ છે. શહેરમાં બ્રિજ પ્રોજેક્ટ માટે પણ 106 કરોડથી વધારેની દરખાસ્ત કરાઇ છે. જેમાં કેટલાક બ્રિજ ઉપર અવાજ પ્રતિરોધક દિવાલ લગાવવા, કેટલાક બ્રીજની બેરીંગ બદલવા માટેની દરખાસ્ત કરાઇ છે. શાળાઓ માટે પણ 113 કરોડની દરખાસ્ત કરાઇ છે. જેમાં મકરબામાં નવી શાળા બનાવવાની દરખાસ્ત પણ કરાઇ છે. ચંડોળા તળાવના વિકાસ માટે, ફીઝીયોથેરાપી સેન્ટર બનાવવા, કોમ્યુનીટી હોલામાં રીપેરીંગ કરવા, અમદાવાદ હાટ જેવા મીની શોપીંગ કોમ્પલેક્ષ બનાવવા, નવા ચાર્જીંગ સ્ટેશન, પાર્ટી પ્લોટ, સ્મશાન, ફાયર સ્ટેશન, વેજીટેબલ માર્કેટ, સીટી સિવિક સેન્ટર બનાવવા માટે દરખાસ્ત કરવામાં આવી છે. પાણીના પ્રશ્નોના હલ માટે પણ 752 કરોડની દરખાસ્ત ગોતા- રાણીપમાં મીની સ્પોર્ટશ કોમ્પલેક્ષ, અબન હાઉસ, લેબોરેટરી, અર્બન હેલ્થ સેન્ટર ઉપરાંત ટ્રાફીક માટે પણ રૂ. 34 કરોડની દરખાસ્ત કરવામાં આવી છે. વિવિધ વિસ્તારમાં રોડ બનાવવા, નવા એસટીપી બનાવવા, શહેરમાં તળાવોના ઇન્ટરલીંકીં તેમજ ડ્રેનેજની સમસ્યા ઉકેલવા પણ દરખાસ્ત કરાઇ છે. જ્યારે પાણીના પ્રશ્નોના હલ માટે પણ 752 કરોડની દરખાસ્ત કરાઇ છે.
Read full article on Divya Bhaskar