crime
અમદાવાદ: 108 પ્રી-એક્ટિવેટેડ સીમકાર્ડ અને 5 બાયોમેટ્રિક મશીન સાથે ઉત્તરાખંડના 2 સહિત 3 શખસો ઝડપાયા, અન્ય લોકોના નામે સીમકાર્ડ મેળવવાનું મોટું ષડયંત્ર
અમદાવાદના કાગડાપીઠમાં પોલીસે પ્રી-એક્ટિવેટેડ સીમ કાર્ડ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસે 108 પ્રી-એક્ટિવેટેડ સીમ કાર્ડ અને 5 બાયોમેટ્રિક મશીન સાથે 3 આરોપીઓની ધરપકડ કરી છે. ઉત્તરાખંડના 2 આરોપીઓ ગ્રાહકોને છેતરીને ગેરકાયદે સીમ કાર્ડ એક્ટિવેટ કરતા હતા, જે તેઓ અમદાવાદના સ્થાનિક આરોપીને 800થી 1000 રૂપિયામાં વેચવા આવ્યા હતા. પોલીસ વધુ તપાસ કરી રહી છે.
Read full article on Gujaratsamachar