crime
અમદાવાદ જેલમાંથી 15 વર્ષથી પેરોલ જમ્પ આરોપી મુંડીયા રાવણીથી ઝબ્બે:અલગ અલગ નામ સરનામે જુદુ જુદુ નામ ધારણ કરી ફરાર હતો
વિસાવદર પોલીસ સ્ટેશનના વુમન પીઆઈ એચ. વી. પટેલના સ્ટાફે પેરોલ જમ્પ થયેલ નાસતા-ફરતા આરોપીઓને શોધવા અસરકારક કામગીરી હાથ ધરી હતી. પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે, ધારી પોલીસ સ્ટેશનના ખૂનના ગુના કામે અમદાવાદ મધ્યસ્થ જેલમાંથી તા. 05-07-2011થી 30 દિવસની પેરોલ રજા પર છૂટીને પેરોલ જમ્પ કરનાર અને છેલ્લા 15 વર્ષથી અલગ-અલગ નામ તથા સરનામે નાસતો ફરતો આરોપી વિનોદ ઉર્ફે વિનુ પોપટભાઈ સાતલીયા (રહે. હાલ મુંડીયા રાવણી ગામ, તા. વિસાવદર, મૂળ ગામ ખીચા, તા. ધારી, જી. અમરેલી)ને ઝડપી પાડ્યો હતો. આરોપી વિરુદ્ધ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રિઝન એક્ટની કલમ હેઠળ ગુનો પણ નોંધાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. પકડાયેલ શખ્સને આગળની કાર્યવાહી માટે ધારી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો. જેને લઈ પોલીસે આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar