top
અમદાવાદમાં ભદ્ર બજારમાં ભારે ભીડઃ ખરીદદારોને સુવિધા રહે એ માટે મનપા દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી
Ahmedabad News: દિવાળી અને પુષ્ય નક્ષત્રના પવિત્ર દિવસોમાં અમદાવાદના ભદ્ર બજારમાં ખરીદદારોની ભારે ભીડ ઉમટી પડી છે, તેવા જ સમયે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર રોડ પર કેરેજ વે પરનું વેન્ડિંગ બંધ કરાવવા અને રસ્તા પરથી પાથરણા દૂર કરવા માટે AMCના મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.
Read full article on Gujarati Jagran