Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
crime

Amreli: બાબરાના મોટાદેવળીયામાં કરૂણાંતિકા, ચેકડેમમાં ડૂબી જતા 4 લોકોના મોત

📰 Abp News 🕐 1 min read 📅 September 25, 2026 👁 1 views
Amreli: બાબરાના મોટાદેવળીયામાં કરૂણાંતિકા, ચેકડેમમાં ડૂબી જતા 4 લોકોના મોત
Amreli News: અમરેલીના બાબરા તાલુકાના મોટા દેવળીયા ગામમાં એક હચમચાવતી ઘટના બની છે. અહીં ચેકડેમમાં ડૂબી જવાથી ચાર લોકોના મોત થયા છે. ચેકડેમમાં નાહવા પડેલા ચાર લોકો પાણીમાં ડૂબી ગયા હતા. મૃતકોમાં બે સગા મામા અને બે ભાણેજનો સમાવેશ થાય છે. એકસાથે ચાર લોકોના મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે, જ્યારે સમગ્ર પંથકમાં અરેરાટી મચી ગઈ છે. ચેકડેમમાં નાહવા પડેલા ચાર લોકો ડૂબ્યા હતા મળતી માહિતી મુજબ, મોટા દેવળીયા ગામના સ્થાનિક ચેકડેમમાં ચાર લોકો નાહવા માટે પડ્યા હતા. જોકે પાણીની ઊંડાઈનો અંદાજ ન આવતા ચારેય લોકો પાણીમાં ડૂબી ગયા હતા. આ ઘટનામાં બાબરા પોલીસ ગણેશ વિસર્જનના બંદોબસ્ત માટે જઈ રહી હતી ત્યારે રસ્તામાં ચેકડેમ નજીક કેટલાક વસ્ત્રો નજરે પડ્યા હતા. પોલીસને શંકા જતા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ચેકડેમના પાણીમાં મૃતદેહો નજરે પડ્યા હતા. પોલીસ અને સ્થાનિકોએ મૃતદેહ બહાર કાઢ્યા મૃતદેહો નજરે પડતાં બાબરા પોલીસની ટીમે સ્થાનિક લોકોની મદદથી ચેકડેમમાંથી ચારેય મૃતદેહોને બહાર કાઢ્યા હતા. ત્યારબાદ મૃતદેહોને જરૂરી કાર્યવાહી માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ચેકડેમમાં ડૂબી જવાથી સગા બે મામા અને બે ભાણેજના મોત થતાં પરિવાર પર આભ ફાટ્યું છે. એકસાથે ચાર લોકોના મોતના સમાચારથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. આ કરૂણ ઘટનાને પગલે મોટા દેવળીયા સહિત સમગ્ર બાબરા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. સુરતના કામરેજમાં ગણેશ વિસર્જનમાં નાવડી ડૂબતાં 3 યુવકોના મોત સુરતના કામરેજ તાલુકાના ધોરણ પારડી ગામે ગણેશ વિસર્જન દરમિયાન ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. તાપી નદીમાં ગણેશજીની મૂર્તિના વિસર્જન માટે જઈ રહેલી નાવડી ડૂબી જતાં ત્રણ યુવકોના મોત થયા છે. આ ઘટનાને પગલે ગણેશ વિસર્જનનો ઉત્સવ અચાનક માતમમાં ફેરવાઈ ગયો હતો. ત્રણેય મૃતકો કામરેજના ખોલવડ ગામની ગુરુકૃપા સોસાયટીના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. કામરેજના ધોરણ પારડી ગામે ગણેશ વિસર્જન માટે યુવકો તાપી નદી તરફ ગયા હતા. મંગલમૂર્તિનું વિસર્જન કરવા માટે નાવડીમાં સવાર થઈ તેઓ નદીમાં જઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક નાવડી ડૂબી ગઈ હતી.
Read full article on Abp News

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan