crime
અમરેલી RTO એ રોડ સેફ્ટી જનજાગૃતિ માટે બાઇક રેલી યોજી:કલેક્ટરે રેલીને ફ્લેગ ઓફ કર્યું, અકસ્માતો ઘટાડવાનો લક્ષ્ય
અમરેલી RTO દ્વારા શહેરમાં માર્ગ સલામતી અંગે જનજાગૃતિ લાવવા માટે એક બાઇક રેલીનું આયોજન કરાયું હતું. આ રેલી 'સેવા સંકલ્પ અભિયાન-2026' અંતર્ગત યોજવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ પણ જોડાયા હતા. RTO અધિકારીએ હાજર રહેલા સૌને 'રોડ સેફ્ટી'ના સંકલ્પ લેવડાવ્યા હતા. ત્યારબાદ કલેક્ટરે બાઇક રેલીને ફ્લેગ ઓફ કરીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ જનજાગૃતિ રેલીમાં GSRTC સ્ટાફ, ટ્રાફિક પોલીસ, હોમગાર્ડ, TRB જવાનો અને ડીલર્સ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ બાઇક રેલી ફોરવર્ડ સર્કલથી શરૂ થઈને રાજકમલ ચોક, બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેન્ડ, કોલેજ સર્કલ, લાઠી બાયપાસ સર્કલ અને ત્યાંથી ફરી કોલેજ સર્કલ થઈને ફોરવર્ડ સર્કલ સુધીના નિર્ધારિત રૂટ પર ફરી હતી. આ ઉપરાંત, માર્ગ સલામતી અંગે જાગૃતિ લાવવા માટે 24 સપ્ટેમ્બરે એક વિશેષ ડિજિટલ સત્ર પણ યોજાયું હતું. આ સત્ર સવારે 11:30થી બપોરે 12:45 વાગ્યા સુધી ચાલ્યું હતું. તેમાં અમરેલી જિલ્લાની તમામ ITI કોલેજ, ડિપ્લોમા કોલેજ, ધોરણ 11 અને 12ની શાળાઓના વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાસભા અને શાંતાબા મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ જોડાયા હતા. ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીની યુ-ટ્યુબ ચેનલ અને બાયસેગ (BISAG) દ્વારા લાઈવ વીડિયો પ્રસારિત કરીને રોડ સેફ્ટી કમિશનરે વિદ્યાર્થીઓને વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. વિભાગ દ્વારા આ પ્રયત્નો ભારત સરકારના માર્ગ અકસ્માતોમાં 50% સુધીનો ઘટાડો કરવાના લક્ષ્યને હાંસલ કરવા માટે કરવામાં આવી રહ્યા છે.
Read full article on Divya Bhaskar