Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
crime

છેતરપિંડી:APK ફાઇલ ખોલ્યાના અઠવાડિયા પછી બે ખાતાંમાંથી બારોબાર 5.26 લાખ ઉપડી ગયા

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 November 4, 2026 👁 4 views
છેતરપિંડી:APK ફાઇલ ખોલ્યાના અઠવાડિયા પછી બે ખાતાંમાંથી બારોબાર 5.26 લાખ ઉપડી ગયા
વિજાપુરના આનંદપુરા ગામના નિવૃત્ત શિક્ષકને મોબાઇલમાં આવેલી આરટીઓ ચલણની APK ફાઇલ ખોલવી ભારે પડી છે. ફાઇલ ખોલ્યાના આશરે એક અઠવાડિયા બાદ મોબાઇલ ઉપર અચાનક એક મિનિટમાં દસ દસ મેસેજ આવતાંની સાથે જ ઠગોએ તેમના ખાતામાંથી અલગ અલગ ટ્રાન્જેક્શનો કરી યુપીઆઈડીથી અન્ય એકાઉન્ટમાં 5.26 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા. ત્યારબાદ સાયબર ક્રાઇમમાં ઓનલાઇન ફરિયાદ આપ્યા બાદ બે દિવસમાં જ જે યુપીઆઇડીથી રૂપિયા ટ્રાન્સફર થયા હતા તે જ આઈડીથી તેમના ખાતામાં 1.50 લાખ રૂપિયા જમા થઈ ગયા હતા. જ્યારે બાકીના રૂપિયા પરત ન આવતાં નિવૃત્ત શિક્ષકે સ્થાનિક પોલીસ મથકે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. આનંદપુરા ગામના ચીમનભાઈ શીવાભાઈ પટેલના મોબાઇલમાં 26 ઓક્ટોબરના રોજ રાત્રે અચાનક જ ટેક્સ્ટ મેસેજ આવવાના શરૂ થયા હતા અને તેમના ખાતામાંથી પૈસા કપાવા અને ઓટીપી સહિતના મેસેજો વારંવાર આવતા તેમણે ફોન બંધ કરી દીધો હતો. બીજા દિવસે તેમણે વિજાપુર યુનિયન બેંકમાં જઈને તપાસ કરતાં તેમના ખાતામાંથી કુલ 7 એન્ટ્રીઓ થકી 3.20 લાખ રૂપિયા, જ્યારે એક્સિસ બેન્કના ખાતામાંથી 3 એન્ટ્રીઓ થકી 2.5 લાખ રૂપિયા મળી બંને ખાતામાંથી કુલ 5.26 લાખ રૂપિયાની રકમ યુપીઆઇડીથી ઓનલાઇન ટ્રાન્સફર થઈ ગઈ હતી. જેને લઈ તેમણે તાત્કાલિક સાયબર ક્રાઇમની 1930 નંબરની હેલ્પલાઇન ઉપર ફરિયાદ કરતાં બે દિવસ બાદ 28 ઓક્ટોબરના રોજ સાંજે તેમના યુનિયન બેન્કના એકાઉન્ટમાં 1.50 લાખ રૂપિયાની રકમ પરત જમા થઈ હતી. જ્યારે બાકીના 3.76 લાખ રૂપિયા પરત ન આવતાં તેમણે સ્થાનિક પોલીસ મથકે સાયબર ઠગો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આરટીઓ ચલણની એપીકે ફાઈલ ઓપન કરતાં ઠગોએ મોબાઇલનો એક્સેસ મેળવ્યો ચીમનભાઈ પટેલ સાથેની વાતચીતમાં જાણવા મળ્યું કે 26 ઓક્ટોબરે બેન્કમાંથી નાણાં કપાવાના મેસેજ આવવાના શરૂ થયા તેના એક અઠવાડિયા પહેલાં તેમના મોબાઇલમાં આરટીઓ ચલણના નામે APK ફાઇલ આવી હતી. તેમણે તેને સાચું ઓનલાઇન ચલણ સમજીને ખોલી હતી. તે સમયે તેમને કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાઈ નહોતી. જોકે, એક અઠવાડિયા બાદ મોબાઇલમાં ઓટીપી અને નાણાં કપાવાના મેસેજનો મારો શરૂ થયો હતો. તેમના અનુમાન મુજબ APK ફાઇલ ખોલ્યા બાદ ઠગોએ મોબાઇલનો એક્સેસ મેળવ્યો હોઈ શકે છે. પરંતુ ફાઇલ ખોલવાથી જ મોબાઇલનો સંપૂર્ણ કબજો મળ્યો હતો કે અન્ય કોઈ રીતે બેન્કિંગ વિગતો મેળવી હતી, તે ટેકનિકલ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan