crime
અર્બન ચોક ફૂડ બજારમાં ભીષણ આગ!
અમદાવાદના હાર્દ સમા રાજપથ ક્લબ રોડ પર આગ લાગવાનો બનાવ બન્યો. અર્બન ચોક ફૂડ બજારમાં અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો. પ્રાથમિક જાણકારી પ્રમાણે ખાણીપીણીના ત્રણથી ચાર સ્ટોલમાં આગ લાગી હોવાનું સામે આવ્યું હતું. જો કે ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ત્રણથી ચાર ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી અને ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મળેવી લીધો હતો. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.પ્રાથમિક તારણ મુજબ, ઘરેલુ વપરાશના PNG ગેસમાં લીકેજના કારણે આગ લાગી હોવાની આશંકા છે. ત્યારે ફૂડ આઉટલેટમાં એનઓસી સહિતની અન્ય બાબતોનું પણ ફાયર વિભાગ તપાસ કરશે.
Read full article on News18 Gujarati