lifestyle
બાયલના પંચદેવ મંદિરે ભાદરવા સુદ નોમે નેજા ઉત્સવ યોજાયો:બ્રહ્મલીન ચંદ્રવદન વ્યાસની પ્રેરણાથી મહેશભાઈ વ્યાસના સાનિધ્યમાં ભક્તો ઉમટ્યા
તાલુકાના બાયલ ગામે આવેલા શ્રી પંચદેવ મંદિર, બાયલ ગુરૂગાદી ખાતે ભાદરવા સુદ નોમના દિવસે ભવ્ય નેજા ઉત્સવ યોજાયો હતો. આ કાર્યક્રમ બ્રહ્મલીન સદ્દગુરુ મહંત શિરોમણી ચંદ્રવદન વ્યાસ સાહેબની પ્રેરણાથી અને ગુરૂગાદી બિરાજિત મહેશભાઈ વ્યાસ સાહેબના સાનિધ્યમાં યોજાયો હતો. આ પ્રસંગે ગામે ગામથી મોટી સંખ્યામાં શિષ્યો અને ભક્તો રામદેવજી મહારાજના નેજા સાથે ઉપસ્થિત રહ્યા હતા. મહેશભાઈ વ્યાસ સાહેબના સાનિધ્યમાં રામદેવજી મહારાજનો જ્યોત પાઠ પણ યોજાયો હતો. તમામ નેજાની વેદોક્ત મંત્રોચ્ચાર સાથે વિધિવત્ પૂજા કરવામાં આવી હતી. ભક્તોએ શ્રદ્ધાભક્તિપૂર્વક રામદેવજી મહારાજના નેજા ફરકાવી જ્યોત પાઠના પવિત્ર દર્શન કર્યા હતા. સમગ્ર મંદિર પરિસર રામદેવજી મહારાજના જયઘોષ અને ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું. નેજા ઉત્સવમાં ઉપસ્થિત ભક્તો અને શિષ્ય પરિવારે ધાર્મિક પરંપરા અને ગુરૂગાદી પ્રત્યેની શ્રદ્ધા સાથે ધન્યતા અનુભવી હતી.
Read full article on Divya Bhaskar