Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
crime

Banaskantha News: દાંતીવાડામાં શંકાસ્પદ સસ્તા અનાજનો જથ્થા ઝડપાયો, પુરવઠા વિભાગ દોડતો થયો

📰 Sandesh 🕐 1 min read 📅 September 30, 2026 👁 2 views
Banaskantha News: દાંતીવાડામાં શંકાસ્પદ સસ્તા અનાજનો જથ્થા ઝડપાયો, પુરવઠા વિભાગ દોડતો થયો
બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા પંથકમાંથી અનાજની ગેરકાયદે હેરાફેરીને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. સ્થાનિક પોલીસ દ્વારા સઘન ચેકિંગ દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલા એક શંકાસ્પદ પીકઅપ વાહનને અટકાવવામાં આવ્યું હતું અને તેને પોલીસ મથકે લાવીને સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. પીકઅપમાંથી મળી આવ્યા ચોખાના 55 કટ્ટા પોલીસ દ્વારા ઝડપાયેલા વાહન (નંબર GJ 08 AY 4214) ની તલાશી લેવામાં આવતા તેમાંથી સસ્તા અનાજની દુકાનનું હોય તેવું શંકાસ્પદ અનાજ મળી આવ્યું હતું. આ વાહનમાંથી અંદાજે 55 જેટલા ચોખાના કટ્ટા મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તુરંત જ સ્થાનિક પુરવઠા વિભાગને આ અંગે સત્તાવાર જાણ કરવામાં આવી છે. ગરીબોના અનાજની હેરાફેરી સામે અનેક સવાલો સરકાર દ્વારા ગરીબો અને જરૂરિયાતમંદો માટે ફાળવવામાં આવતું અનાજ ક્યાંથી ચોરી છૂપીથી કાઢવામાં આવ્યું હતું અને ક્યાં વેચાણ અર્થે લઈ જવામાં આવી રહ્યું હતું તેને લઈને અનેક ગંભીર સવાલો ઉભા થયા છે. આ કૌભાંડ પાછળ કોણ સંડોવાયેલું છે, તે જાણવા માટે હવે સૌ કોઈની નજર પુરવઠા વિભાગની તપાસ પરી મંડાયેલી છે. આ પણ વાંચો: Banaskantha News: શક્તિપીઠ અંબાજી મંદિરમાં યોજાશે વિશેષ પ્રક્ષાલન વિધિ, ભાદરવી પૂનમના મહામેળા બાદ સફાઈ કરાશે
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan