top
Banaskantha News: ધાનેરા નજીકથી 50.30 લાખનો પોસડોડાનો જથ્થો ઝડપાયો, કારમાંથી મળી આવી અલગ-અલગ 6 નંબર પ્લેટ
બનાસકાંઠા જિલ્લામાં નશાકારક પદાર્થોની હેરાફેરી સામે પોલીસે લાલ આંખ કરી છે. બનાસકાંઠા રેન્જ પોલીસે ચોક્કસ બાતમીના આધારે ધાનેરા નજીક દરોડો પાડીને લક્ઝુરિયસ કારમાંથી લાખો રૂપિયાની કિંમતનો ગેરકાયદે પોસડોડાનો જથ્થો ઝડપી પાડ્યો છે. અંધારાનો લાભ લઈ કારચાલક કાર મુકીને ફરાર પોલીસ ટીમને જોઈ જતાં જ તસ્કર કે કારચાલક અંધારાનો લાભ ઉઠાવીને પોતાની ગાડી રસ્તા પર જ મૂકીને રફુચક્કર થઈ ગયો હતો. પોલીસે સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરીને ફરાર થઈ ગયેલા કારચાલકની શોધખોળ હાથ ધરી છે. 228.700 કિલો પોસડોડા અને 6 બનાવટી નંબર પ્લેટ મળી પોલીસે બિનવારસી હાલતમાં મળેલી કારની ઝીણવટભરી તલાશી લેતાં અંદરથી 228.700 કિલો પોસડોડાનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આ ઉપરાંત, પોલીસને ગેરમાર્ગે દોરવા અને ઓળખ છુપાવવા માટે ઉપયોગમાં લેવાતી અલગ-અલગ 6 નંબર પ્લેટો પણ કારની અંદરથી મળી આવી છે. કુલ 50.30 લાખનો મુદ્દામાલ જપ્ત પોલીસે કારમાંથી મળેલા રૂ. 38,30,000 (રૂપિયા 38.30 લાખ) ની કિંમતના પોસડોડા અને કાર સહિત કુલ રૂ. 50,30,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ બાબતે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. આ પણ વાંચો - Banaskantha News : અંબાજી પાસે અકસ્માત, અમદાવાદ મેયર-ધારાસભ્યોએ ગાડી રોકી ઘાયલોને મોકલ્યા હોસ્પિટલ
Read full article on Sandesh