politics
Banaskantha News: થરા નગરપાલિકાની ચૂંટણી જાહેર, નોંધી લો મહત્વની તારીખો
બનાસકાંઠા જિલ્લાના રાજકારણમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. બનાસકાંઠા જિલ્લાની મહત્વની ગણાતી થરા નગરપાલિકાની ચૂંટણી સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવી છે. ચૂંટણીના એલાન સાથે જ થરા પંથકમાં રાજકીય માહોલ એકદમ ગરમાઈ ગયો છે અને તમામ રાજકીય પક્ષો દ્વારા અત્યારથી જ રણનીતિઓ તૈયાર કરવામાં આવી રહી છે. 6 વોર્ડ અને 24 બેઠકો માટે થશે ખરાખરીનો જંગ પ્રાપ્ત વિગતો મુજબ, થરા નગરપાલિકાના કુલ 6 વોર્ડની 24 બેઠકો માટે આગામી સમયમાં ચૂંટણી યોજાશે. અગાઉની ટર્મની વાત કરીએ તો, આ 24 બેઠકોમાંથી 20 બેઠકો પર ભારતીય જનતા પાર્ટી (BJP) અને 4 બેઠકો પર કોંગ્રેસનો દબદબો રહ્યો હતો. આ વખતે રાજકીય સમીકરણો કેવા રહેશે તે તો ચૂંટણીના પરિણામો જ નક્કી કરશે. મતદાન અને મતગણતરીની તારીખો જાહેર તંત્ર દ્વારા ચૂંટણીના કાર્યક્રમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. જાહેર થયેલ શેડ્યૂલ મુજબ, આગામી 11 ઓક્ટોબર ના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરાશે અને ત્યારબાદ 13 ઓક્ટોબર ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ રાજકીય નેતાઓ અને સંભવિત ઉમેદવારોએ લોકસંપર્ક વધારી દીધો છે. આ પણ વાંચો: Ahmedabad: સુરજેવાલાના આગમન સાથે જ ગુજરાત કોંગ્રેસમાં ડખો! અમિત ચાવડા સામે શિંગડા ભિડાવનારા ગુલાબસિંહ રાજપૂત કોણ છે?
Read full article on Sandesh