crime
Banaskanthaમાં કંડલા હાઇવે પર રાજસ્થાન જતાં ટ્રકો કિલોમીટરો સુધી અટવાયા; હાઇવે પર ચક્કાજામ જેવી સ્થિતિ!
બનાસકાંઠામાંથી પસાર થતા મહત્ત્વના કંડલા હાઇવે પર ભારે વાહનોની કિલોમીટરો સુધી લાંબી લાઈનો જોવા મળી રહી છે. રાજસ્થાન સરકાર દ્વારા સિરોહી, રેવદર અને અનાદરા/મંદારને સાંકળતા નેશનલ હાઇવે 168 પર ભારે વાહનોની અવરજવર અંગે નવો પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે, જેની સીધી અસર ગુજરાત-રાજસ્થાન સરહદી વિસ્તારના વાહનવ્યવહાર પર પડી છે. સવારે 7 થી રાત્રે 9 વાગ્યા સુધી પ્રવેશબંધી રાજસ્થાન તંત્રના આદેશ અનુસાર, રેવદર થી માંડીને મંદાર સુધીના માર્ગ પર સવારના 7:00 વાગ્યાથી લઈને રાત્રિના 9:00 વાગ્યા સુધી મોટા અને ભારે વાહનોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. આટલા લાંબા સમય સુધી પ્રવેશબંધી હોવાના કારણે માલસામાન ભરીને જતા ટ્રક અને કન્ટેનર ચાલકો વચ્ચે રસ્તામાં જ અટવાઈ પડતાં ભારે મુશ્કેલીમાં મુકાયા છે. આરખી સુધી વાહનોની કતારો અને વાહનચાલકો પરેશાન રાજસ્થાન સરહદમાં પ્રવેશ ન મળતાં વાહનોનું ભારણ વધી ગયું છે, જેના પરિણામે રાજસ્થાન બોર્ડરથી લઈને ગુજરાત બોર્ડરના આરખી સુધી હાઇવે પર ચક્કાજામ જેવી સ્થિતિ સર્જાઈ છે. કંડલા પોર્ટ અને અન્ય ઔદ્યોગિક વિસ્તારોમાંથી માલસામાન લઈને નીકળેલા સોશિયલ અને વાણિજ્યિક વાહનો કલાકો સુધી અટવાતાં વાહનચાલકોને પીવાના પાણી અને ખોરાક માટે પણ હાલાકી ભોગવવી પડી રહી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read full article on Sandesh