Bar Council Of Gujarat: જે.જે.પટેલ BCIના મેમ્બર બન્યા, ગુજરાત બાર કાઉન્સીલમાં નવા હોદ્દેદારોની વરણી
રાજ્યના એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીની અધ્યક્ષતામાં યોજાઈ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની સામાન્ય સભા.. જેમાં ગુજરાતના કાનૂની જગત માટે અત્યંત ગૌરવરૂપ નિર્ણય લેવામાં આવ્યો.. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પૂર્વ ચેરમેન અને પીઢ ધારાશાસ્ત્રી જે.જે.પટેલની બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના સભ્ય તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી.. આ ઐતિહાસિક નિયુક્તિ સાથે જે.જે. પટેલ હવે રાષ્ટ્રીય ફલક પર કાનૂની અને વહીવટી ક્ષેત્રે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.. જે.જે.પટેલ આગામી સમયમાં બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાનું સફળ નેતૃત્વ કરી ગુજરાતનું નામ રાષ્ટ્રીય સ્તરે રોશન કરશે.. સામાન્ય સભામાં પ્રવીણભાઈ પટેલની બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન તરીકે પસંદગી કરવામાં આવી.. જ્યારે નિમિષા ધોત્રેને વાઈસ ચેરમેન તરીકેની મહત્વની જવાબદારી સોંપાઈ.. આ ઉપરાંત અનિરૂદ્ધસિંહ ઝાલાની એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી છે.. જે બાર કાઉન્સિલની વિવિધ કારોબારી પ્રવૃતિઓનું સંચાલન સંભાળશે.. હોદ્દેદારોની વરણી સાથે જ BCGના નવા નેતૃત્વે ચર્ચાસ્પદ અરનેશ કુમાર જજમેન્ટના પોલીસ તરફથી થતા અર્થઘટન અંગેનો મુદ્દો ઉઠાવ્યો હતો.. જજમેન્ટના સાત વર્ષ સુધી સજા પાત્ર ગુનાઓાં ધરપકડ અંગે ચોક્કસ પ્રક્રિયા અને કારણો દર્શાવવાની સ્પષ્ટ દિશા અપાઈ હતી.. BCG ખાસ કરીને પોલીસ શબ્દના કાયદાકીય અર્થઘટન અને પ્રક્રિયા અંગે સ્પષ્ટતા મેળવવા સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરશે.