Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
politics

Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

📰 Abp News 🕐 1 min read 📅 August 18, 2026 👁 6 views
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

બારડોલી સુગર મીલમાં છેલ્લા 10 વર્ષથી શાસન કરતી સહકાર પેનલના થયા સુપડાસાફ.. 15 પૈકી 14 બેઠકો પર કિસાન પરિવર્તન પેનલે જંગી બહુમતી સાથે જીત મેળવી સહકાર પેનલના સહકારી દિગ્ગજો અને નેતાઓને કારમો પરાજય આપ્યો.. સ્થાનિક ધારાસભ્ય ઈશ્વર પરમારને પણ આ ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો છે. સહકાર પેનલ તરફથી લડતા ઈશ્વર પરમારને 882 મત મળ્યા હતા.. જ્યારે કિસાન પરિવર્તન પેનલના તરુણ વાઘેલાને 1424 મળ મેળવીને 542 મતના અંતરથી તરૂણ વાઘેલાએ ધારાસભ્ય ઈશ્વર પરમારને હરાવ્યા.. ધારાસભ્ય ઉપરાંત પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ અને સુગર મિલના વર્તમાન કાર્યકારી પ્રમુખ ભાવેશ પટેલની પણ હાર થતા સહકાર પેનલને મોટો આંચકો લાગ્યો છે.. ભાવેશ પટેલને એક યુવા ઉમેદવાર સતીષ પટેલના હાથે હારનો સ્વાદ ચાખવાનો વારો આવ્યો.. સહકાર પેનલના સુપડાસાફ થયા બાદ કિસાન પરિવર્તન પેનલના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મમળ્યો.. મતગણતરી કેન્દ્ર બહાર હજારોની સંખ્યામાં સમર્થકોની ભીડ એકઠી થઈ હતી.. સહકાર પેનલના ઉમેદવારો બહાર નીકળતા લોકોએ તેમનો હુરિયો પણ બોલાવ્યો હતો.. બારડોલી સુગર મિલના ચૂંટણી પરિણામમાં થયેલા ધરખમ પરિવર્તનને લીધે આખુ સહકારી માળખુ હલી ગયુ છે.. ત્યારે હવે આવનારા દિવસોાં કામરેજ સુગર, મઢી સુગર અને મહુવા સુગર મિલની પણ ચૂંટણી યોજવા જઈ રહી છે.. ત્યારે બારડોલી સુગર મિલના પરિણામોની અસર ક્યાંકને ક્યાં અન્ય સુગર મિલના પરિણામોમાં પણ થવાની શક્યતા વર્તાઈ રહી છે..

Read full article on Abp News

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan