crime
પોલીસ આ નેતાનું કરશે BEFORE-AFTER?
હળવદમાં ગણપતિના આગમન સમયે જિલ્લા યુવા ભાજપ મહામંત્રી જયદીપ રબારીનો કાર પર સ્ટંટ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં તેઓ કાળા રંગની SUV કાર પર ચડીને સ્ટંટ કરતા જોવા મળી રહ્યા છે. નવાઈની વાત એ છે કે કાર પર નંબર પ્લેટ પણ નથી અને કારના કાચ કાળા હોવાનું પણ સામે આવ્યું છે. સામાન્ય નાગરિકો સ્ટંટ કરતા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોય છે, ત્યારે હવે વાયરલ વીડિયોને લઈને સવાલ ઉઠી રહ્યો છે કે શું પોલીસ ભાજપના નેતા સામે પણ કાર્યવાહી કરી BEFORE-AFTER વીડિયો બનાવશે અને કાયદાનો પાઠ ભણાવશે?
Read full article on News18 Gujarati