top
ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ વધુ એક શંકાસ્પદ મોત:દારૂની આદત ધરાવતા યુવકનું ઉલટી અને છાતીના દુખાવા બાદ મોત, મૃતકના બ્લડ સેમ્પલ અને વિસેરા FSLમાં મોકલી MLC આધારે તપાસ હાથ ધરાઈ - ડીવાયએસપી
ભાવનગરમાં તાજેતરમાં સર્જાયેલા ચર્ચાસ્પદ લઠ્ઠાકાંડની ઘટના બાદ વધુ એક શંકાસ્પદ મોતે સમગ્ર પંથકમાં ભારે ચકચાર જગાવી છે, જેમાં ગઈકાલે સિહોર ખાતે દર્શન કરીને પરત ફરેલા એક રિક્ષાચાલક યુવાનનું ઘરે પહોંચતા ઉલટી થતા સારવાર અર્થે ભાવનગર સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જેમાં તેની પત્નીને આશંકા છે કે કેફી પીણું પીધા બાદ તેને આ ઉલટી થતા સારવારમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં આજે વહેલી સવારે તેનું મોત નિપજ્યું હતું, આ બનાવ અંગે મળતી માહિતી મુજબ શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલ રામેશ્વર રોડ પર રહેતા અને સ્કૂલ રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા 48 વર્ષીય ભાવેશભાઈ ધીરુભાઈ વિસાણી (વસાણી) ગઈકાલે સિહોર તાલુકામાં આવેલ નવનાથના દર્શન કરી ઘરે પરત ફર્યા હતા., અને ઘરે આવ્યા બાદ અચાનક તેમની તબિયત લથડી હતી, અને છાતીમાં અસહ્ય દુખાવો અને સતત ઉલટીઓ થતાં તેમણે પોતાની પત્નીને કેફી પીણું પીધું હોવાનું જણાવ્યું હતું, તબિયત વધુ નાજુક બનતાં પત્ની અને પરિવારજનો તેમને તાત્કાલિક ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા, જ્યાં આજે વહેલી સવારે સારવાર દરમિયાન તેમનું નિધન થયું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી અધિકારીઓ તેમજ સિટી ડીવાયએસપી આર.આર. સિંઘાલ અને એલસીબીની ટીમ હોસ્પિટલ દોડી આવી હતી, પોલીસે એમએલસી નોંધી આગળની તપાસ હાથ ધરી છે, મૃતકના શરીરમા મિથેનોલનું પ્રમાણ હતું કે નહીં તે સ્પષ્ટ કરવા માટે જીવતદાન દરમિયાન લેવાયેલા બ્લડ સેમ્પલ ગાંધીનગર FSL ખાતે મોકલવામાં આવ્યા છે, જ્યારે પોસ્ટમોર્ટમ દરમિયાન લેવાયેલા વિસેરા જૂનાગઢ મોકલવામાં આવ્યા છે. આ ઘટના અંગે ભાવનગર સિટી ડીવાયએસપી આર.આર.સિંઘાલ જણાવ્યું હતું કે, સર ટી હોસ્પિટલમાં આજે એક એમ.એલ.સી. આવેલી છે. જેમાં ભાવેશ ધીરુભાઈ વસાણીનું શંકાસ્પદ રીતે મોત થયેલું છે, જ્યારે દાખલ કરી તે સમયે તેને પોતાના ઘરે ઉલટી થતી હતી અને છાતીમાં દુખાવાની ફરિયાદ આધારે તેઓ સર ટી હોસ્પિટલમાં દાખલ થયેલા., તેના વાઈફ લઈને આવેલા અને આજે વહેલી સવારે તેમનું મરણ થયેલું છે., અને તેના વાઈફના જે કહેવાથી કે આ જે છે મરણ જનાર ભાવેશતે આલ્કોહોલ લેવાની તેની આદત હતી. જેથી આ શંકાસ્પદ મોત થયેલું હોય, જેના આધારે પીએમ કરવામાં આવેલા છે. અને પીએમ માં મિથેનોલ પોઈન્ટ ઓફ વ્યુ જે છે તેના વિસેરા લેવામાં આવેલા છે. તેમજ તાત્કાલિક અસરથી તે જીવતા હતા તે દરમિયાન તેનું બ્લડ લઈ અને તે ભી ગાંધીનગર એફ.એસ.એલ. ખાતે મોકલી આપવામાં આવેલ છે. ભાવનગર લઠ્ઠાકાંડમાં અગાઉ 13 લોકોના મોત થઈ ચૂક્યા છે, ત્યારે આ નવું શંકાસ્પદ મોત ખરેખર કેફી પીણા/મિથેનોલના કારણે થયું છે કે અન્ય કોઈ શારીરિક કારણસર, તેનો ખુલાસો એફ.એસ.એલ. (FSL) રિપોર્ટ આવ્યા બાદ જ થશે. યુવાનના અચાનક અવસાનથી પરિવારમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ છે..
Read full article on Divya Bhaskar