Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
politics

Bhavnagar : મા-દીકરી પાસેથી રૂ.5 લાખની ખંડણીની માંગનો આક્ષેપ, પૈસા નહીં આપો તો જાનથી મારી નાખવાની અને બદનામ કરવાની ધમકી

📰 Sandesh 🕐 1 min read 📅 September 16, 2026 👁 1 views
Bhavnagar : મા-દીકરી પાસેથી રૂ.5 લાખની ખંડણીની માંગનો આક્ષેપ, પૈસા નહીં આપો તો જાનથી મારી નાખવાની અને બદનામ કરવાની ધમકી
ભાવનગરમાં મા-દીકરીને છેલ્લા એક વર્ષથી સતત હેરાનગતિ અને માનસિક ત્રાસ આપવાની ગંભીર ફરિયાદ સામે આવી છે. મહિલાના જણાવ્યા મુજબ કેટલાક શખ્સોએ તેની પાસેથી રૂ.5 લાખની ખંડણી માંગી હતી. પૈસા નહીં આપે તો તેને અને તેની 16 વર્ષની દીકરીને જાનથી મારી નાખવાની તેમજ સોશિયલ મીડિયામાં બદનામ કરવાની ધમકી આપવામાં આવી હોવાનો આક્ષેપ છે. ફોટા-વીડિયો વાયરલ કરવાની ધમકી મહિલાએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે તેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરીને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેની સગીર દીકરીને પણ સોશિયલ મીડિયા પર બદનામ કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે મહિલાએ કેટલાક શખ્સોના નામ પણ પોલીસ સમક્ષ રજૂ કર્યા હોવાનું જણાવ્યું છે. મોડી રાત્રે પથ્થરમારો કર્યાનો આક્ષેપ મહિલાના જણાવ્યા મુજબ મોડી રાત્રે તેના ઘર પર પથ્થરો અને ઈંટો ફેંકીને પરિવારને ધમકાવવામાં આવ્યો હતો. સતત મળતી ધમકીઓના કારણે મા-દીકરીના જીવને જોખમ હોવાનો દાવો મહિલાએ કર્યો છે. ઘટનાને લગતા કેટલાક વીડિયો પણ સામે આવ્યા હોવાનું જણાવાયું છે. પોલીસ કાર્યવાહી સામે સવાલ મહિલાનો આક્ષેપ છે કે તેણે ઘોઘા રોડ પોલીસ સ્ટેશન સહિત પોલીસ અધિક્ષકની કચેરીમાં અનેક અરજીઓ કરી હોવા છતાં હજુ સુધી યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. મહિલાએ તાત્કાલિક ફરિયાદની તપાસ કરી આરોપીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. હાલ સમગ્ર મામલે પોલીસ તપાસ બાદ જ ખંડણીની માંગ, ધમકી, સોશિયલ મીડિયા પર બદનામી અને પથ્થરમારાની ફરિયાદમાં કેટલું સત્ય છે તે સ્પષ્ટ થશે. આ પણ વાંચો : Sandesh Digital Explainer : EPFમાં મોટો ફેરફાર, તમારી ટેક-હોમ સેલરીનું શું થશે? સમજો, નવું ગણિત
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan