top
Bhavnagar News: બોરતળાવમાં જાતિ વિરુદ્ધ ટિપ્પણી કરનાર 6 આરોપી ઝડપાયા, સમાધાનના બહાને યુવકનું અપહરણ કરી માર્યો હતો ઢોર માર
ભાવનગર શહેરના બોરતળાવ વિસ્તારમાં એક યુવક સાથે જૂની અદાવતમાં ગંભીર ગુનાહિત ઘટના સામે આવી છે. આરોપીઓએ પૂર્વઆયોજિત કાવતરાના ભાગરૂપે યુવકને જૂના વિવાદમાં સમાધાનની વાતો કરવાના બહાને તેના ઘરની બહાર રોડ પર બોલાવ્યો હતો. યુવક સ્થળ પર પહોંચતા જ આરોપીઓએ તેની સાથે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો શરૂ કરી દીધો હતો. ત્યારબાદ તેને બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડીને અપહરણ કરી કોઈ અજાણ્યા સ્થળે લઈ ગયા હતા. જાતિ વિરુદ્ધ ટિપ્પણી કરી ઢોર માર માર્યો અને મોબાઈલ ઝૂંટવ્યો અપહરણ કરી ગયા બાદ તમામ શખ્સોએ યુવક સાથે નિર્દયતાથી કૂટમાર કરી હતી અને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ દરમિયાન આરોપીઓ દ્વારા યુવક વિરુદ્ધ જાતિ વિષયક અપમાનજનક ટિપ્પણીઓ પણ કરવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ સપાટી પર આવ્યો છે. એટલું જ નહીં, યુવક કોઈને સંપર્ક કે મદદ માટે ફોન ન કરી શકે તે હેતુથી આરોપીઓએ તેનો મોબાઈલ ફોન પણ બળજબરીથી ઝૂંટવી લીધો હતો. યશ ભુરાણી અને હાર્દિક ઉર્ફે આપા સહિત 6 આરોપીઓની ઓળખ યુવક પર હુમલો કરનાર અને અપહરણમાં સામેલ તમામ 6 આરોપીઓની ઓળખ થઈ ચૂકી છે. જેમાં યશ ભુરાણી, હાર્દિક ઉર્ફે આપા, ભાર્ગવ ઉર્ફે ભગો, રોહિત મકવાણા, હિમેષ અને જયેશ નામના શખ્સોનો સમાવેશ થાય છે. આ તમામ શખ્સોએ ભેગા મળીને યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપી ભયનું વાતાવરણ ઊભું કર્યું હતું. બોરતળાવ પોલીસની ત્વરિત કાર્યવાહી, તમામ 6 આરોપીઓ જેલભેગા ઈજાગ્રસ્ત યુવકે સમગ્ર આપવીતી અંગે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવતા પોલીસે ગંભીર ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. બોરતળાવ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી ત્વરિત દરોડા પાડીને ગુનામાં સંડોવાયેલા તમામ 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ સામે કાનૂની કાર્યવાહી હાથ ધરીને આગળની ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. આ પણ વાંચો - Bhavnagarમાં વન વિભાગની બેદરકારી સામે ઉઠ્યા સવાલો: બોરડી ગામમાં ગેરકાયદેસર ઇલેક્ટ્રિક શોકથી સિંહણનું મોત
Read full article on Sandesh