Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

Bhavnagar News : જેસરમાં મોડી રાત્રે દીપડાની લટાર, પેટ્રોલ પંપના CCTVમાં કેદ થયો દીપડો...

📰 Sandesh 🕐 1 min read 📅 August 21, 2026 👁 2 views
Bhavnagar News : જેસરમાં મોડી રાત્રે દીપડાની લટાર, પેટ્રોલ પંપના CCTVમાં કેદ થયો દીપડો...
ભાવનગર જિલ્લાના જેસર તાલુકામાં આવેલા મોરચુપણા ગામ નજીક દીપડાની અવરજવર જોવા મળતા સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. મોડી રાત્રિના સમયે ગામ પાસે આવેલા એક પેટ્રોલ પંપ નજીક અચાનક કદાવર દીપડો આવી ચડ્યો હતો. મુખ્ય માર્ગ અને માનવ વસવાટ નજીક આવેલા પેટ્રોલ પંપ પર દીપડો આંટાફેરા મારતો નજરે પડતાં જ સમગ્ર પંથકમાં ભયનો માહોલ સર્જાયો છે. પેટ્રોલ પંપના CCTVમાં કેદ થઈ ઘટના મોડી રાત્રે જ્યારે રોડ-રસ્તા અને પેટ્રોલ પંપ પર અવરજવર બંધ હતી ત્યારે દીપડો બિન્દાસ્ત રીતે પેટ્રોલ પંપના પ્રાંગણમાં લટાર મારતો જોવા મળ્યો હતો. આ સમગ્ર ઘટના પેટ્રોલ પંપમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં આબેહૂબ કેદ થઈ ગઈ હતી. ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ લોકોમાં આ વીડિયો ભારે આશ્ચર્ય અને ચર્ચાનો વિષય બન્યો છે. સ્થાનિકોમાં ફફડાટ અને વનવિભાગ પાસે પાંજરું મૂકવાની માગ અવારનવાર સીમ વિસ્તારમાંથી રહેણાંક કે વાણિજ્યિક વિસ્તારો તરફ દીપડાઓ આવી ચડવાની ઘટનાઓને કારણે મોરચુપણા અને આસપાસના ગ્રામજનો પોતાની સુરક્ષાને લઈને ભારે ચિંતિત બન્યા છે. રાત્રિના સમયે ખેતરે જતાં ખેડૂતો અને રસ્તેથી પસાર થતાં લોકો માટે જોખમ વધતાં સ્થાનિકોએ વનવિભાગ દ્વારા તાત્કાલિક આ વિસ્તારમાં પાંજરું ગોઠવી દીપડાને પાંજરે પૂરવામાં આવે તેમજ રાત્રિ પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવે તેવી માંગ કરી છે. આ પણ વાંચો : Vadodara News : GST કલેક્શનમાં ગુજરાત રીજનનો દબદબો, પ્રતિ માસ 2 લાખ કરોડની આવક સાથે ખાસ બેઠક યોજાઈ
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan