Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ

📰 Abp News 🕐 1 min read 📅 August 20, 2026 👁 3 views
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ

Bhavnagar: ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ પોલીસ તંત્ર અને પ્રશાસન હરકતમાં આવી ગયું છે. આ ચર્ચાસ્પદ ઘટનામાં તંત્ર દ્વારા સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેમાં વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે.

પોલીસ વિભાગમાં મોટું સસ્પેન્શન

ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને રાજ્ય પોલીસ વડા દ્વારા ભાવનગર LCB PI મયુરધ્વજસિંહ સરવૈયાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. વરતેજ પીઆઈ બાદ હવે LCB પીઆઈ સામે પણ પગલાં ભરાતા પોલીસ બેડામાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

આ પણ વાંચો...ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા

આરોપીઓને કોર્ટમાં કરાયા રજૂ

બીજી તરફ, લઠ્ઠાકાંડના આરોપીઓને સાથે રાખીને પોલીસ કોર્ટ પરિસરમાં પહોંચી હતી અને તેમને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા આરોપીઓના મહત્તમ દિવસના રિમાન્ડ મેળવવા માટે કાયદાકીય માગણી કરવામાં આવશે. પોલીસનું માનવું છે કે રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં લઠ્ઠાકાંડ સંબંધિત અન્ય અનેક મોટા ખુલાસાઓ થઈ શકે છે.

મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો

ભાવનગરના ચર્ચિત લઠ્ઠાકાંડમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) અને પોલીસ દ્વારા આખરે લઠ્ઠાકાંડ થયો હોવાનો સત્તાવાર સ્વીકાર કરવામાં આવ્યો છે. SMCના એસપી મયુર ચાવડાના જણાવ્યા અનુસાર, હોસ્પિટલના રિપોર્ટ અને FSL તપાસમાં દર્દીઓના સેમ્પલમાં મિથેનોલની હાજરી મળી આવી છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે મિથેનોલની મિલાવટવાળા ઝેરી દારૂના કારણે જ આ મોટી હોનારત સર્જાઈ છે. વરતેજ પોલીસ સ્ટેશનમાં આ અંગે ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ભાવનગરના ખરકડીમાં જ બનતો હતો લઠ્ઠો, MPથી આવતું હતું રો-મટીરિયલ

SMCની તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે કે, ઝેરી લઠ્ઠાનું ઉત્પાદન ભાવનગરના ખરકડી ગામમાં જ કરવામાં આવતું હતું. મુખ્ય આરોપી રઈશ અને તેના મળતિયાઓ છેલ્લા 2 મહિનાથી આ મિલાવટી લઠ્ઠાનું ઉત્પાદન કરી રહ્યા હતા. આ દારૂ બનાવવાનું રો-મટીરિયલ મધ્યપ્રદેશથી લાવવામાં આવતું હતું. દારૂકાંડ સામે આવ્યા બાદ માફિયાઓએ પુરાવાનો નાશ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો.

પોલીસની બેદરકારી પર એક્શન: વરતેજ PI સસ્પેન્ડ

લઠ્ઠાકાંડ બાદ વરતેજ પોલીસ સ્ટેશનના અધિકારીઓની ગંભીર બેદરકારી સામે આવી છે. ભાવનગરના રેંજ આઈજી દ્વારા વરતેજ પોલીસ સ્ટેશનના PI એસ.ડી. પઢેરિયાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત, ખરકડીના ઉપસરપંચ હરુભા ગોહિલે પોલીસ પર ગંભીર આરોપ લગાવતા જણાવ્યું હતું કે, ખરકડી ગામમાં લાંબા સમયથી ચાલતા દારૂના અડ્ડા અને બુટલેગર ગૌતમ સોલંકી અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં વરતેજ પોલીસે કોઈ કાર્યવાહી કરી નહોતી અને બુટલેગરોને છાવર્યા હતા.

Read full article on Abp News

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan