Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
crime

ભેસાણ, વિસાવદર, પ્ર.પાટણમાં ચોરી કરનાર 3 ઝબ્બે:ગીર સોમનાથ પોલીસે 8.96 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો, કાર્યવાહી શરૂ કરી

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 November 4, 2026 👁 1 views
ભેસાણ, વિસાવદર, પ્ર.પાટણમાં ચોરી કરનાર 3 ઝબ્બે:ગીર સોમનાથ પોલીસે 8.96 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો, કાર્યવાહી શરૂ કરી
ગીર સોમનાથ પોલીસે પ્રભાસ પાટણ, ભચાઉ, વિસાવદર અને ભેસાણ ખાતે ચોરી કરનાર 3 ઇસમોને હસ્તગત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર ગત તા.28 થી 29 વચ્ચે રહેણાંક મકાનમાંથી 14.3 તોલા સોનું, 700 થી 800 ગ્રામ ચાંદીના દાગીના મળી કુલ રૂ.4.70 લાખની ઘરફોડ ચોરી થયાની ફરિયાદ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. જે અનુસંધાને ગીર સોમનાથ પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાની સુચના મુજબ એલસીબીના પીઆઈ એમ. કે. વણારકાની રાહબરી હેઠળ એલસીબીના પો.હેડ કોન્સ. સુનીલભાઇ સોલંકી, પો.હેડ કોન્સ. કરણસિંહ ચૌહાણ, પો.કોન્સ. રોહીતભાઇ ઝાલા સહિતનાઓએ પ્ર.પાટણ પો.સ્ટે.ના આદ્રી ગામે થયેલ ચોરી બાબતે હયુમન સોર્સીસથી તપાસ કરી મેહુલભાઇ જીતુભાઇ સોલંકી રહે.ખાંભા, વિપુલભાઇ વલ્લભભાઇ કાવઠીયા રહે. જેતપુર, મુકેશભાઇ કૌશીકભાઇ ઓગાણીયા રહે.વાવને હસ્તગત કરેલ હતા. પૂછપરછમાં અન્ય ત્રણ ગુનાની કબૂલાત આ અટકાયતમાં લીધેલ ઇસમોએ દિવમાં પણ ચોરી કરી હતી.આ સિવાય જુનાગઢ જીલ્લાના વિસાવદર, ભેસાણ તથા કચ્છ જીલ્લાના ભચાઉ શહેરમાં દુકાનમાં ગયેલ રોકડ ચોરીની કબુલાત આપેલ હતી.આમ, પોલીસે સોનું 60.740 ગ્રામ કી.રૂ.8.26 લાખ, ચાંદી 455.990 ગ્રામ કી.રૂ.70 હજાર મળી કી.રૂ.8.96 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ 3 ગુન્હાઓ ઉકેલ્યા હતા.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan