crime
ભગવાનનું નામ લઈને મહિલાએ કરી ચોરી
મહેસાણા જિલ્લામાં તસ્કરો જાણે કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંકી રહ્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા. વિસનગરના એક જ્વલેર્સમાં ગ્રાહકનો સ્વાંગ રચીને આવેલી ત્રણ મહિલાઓએ લાખો રૂપિયાની ચોરીને અંજામ આપ્યો છે. જો કે ચોરીની આ ઘટના CCTV કેમેરામાં કેદ થઈ જતા પોલીસે મહિલાઓની શોધખોળ આદરી હતી. CCTV માં જોઈ શકાય છે કે ત્રણ મહિલાઓ એક નાના બાળક સાથે સોનીની દુકાનમાં ગ્રાહકનો સ્વાંગ રચીને બેઠી છે. ત્યારબાદ વેપારી જ્યારે અન્ય 2 મહિલાઓને ઘરેણા દેખાડી રહ્યા છે, ત્યારે ત્રીજી મહિલાએ દાગીના અને રોકડની ઉઠાંતરી કરી હતી. જેમાં અઢી લાખ રૂપિયા રોકડા અને 7 લાખથી વધુની કિમતના દાગીનાનો સમાવેશ થાય છે. ત્યારે સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read full article on News18 Gujarati