top
ભીલડીથી હેલિકોપ્ટર મારફતે ગાંધીનગર પહોંચ્યા PM મોદી:લોકભવનમાં 3થી 4 કલાક રોકાયા; CM ભૂપેન્દ્ર પટેલ, ડેપ્યુટી CM અને મંત્રીઓ સાથે બેઠક યોજી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસ દરમિયાન આજે, 30 ઓક્ટોબરે ગાંધીનગર પહોંચ્યા હતા. બનાસકાંઠાના ભીલડીથી હેલિકોપ્ટર મારફતે ગાંધીનગર હેલિપેડ પર પહોંચ્યા બાદ વડાપ્રધાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે લોકભવન પહોંચ્યા હતા. વડાપ્રધાનના આગમનને પગલે ગાંધીનગરમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી હતી. સુરક્ષા એજન્સીઓ અને પોલીસ તંત્રને એલર્ટ રાખવામાં આવ્યું હતું. લોકભવનમાં 3થી 4 કલાક રોકાણ કર્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકભવન ખાતે અંદાજે 3થી 4 કલાક કર્યું હતું. આ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત રાજ્યના મંત્રીઓ સાથે બેઠક યોજી હતી. આ ઉપરાંત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિતના અગ્રણી નેતાઓ સાથે પણ બેઠક યોજી હતી. બુલેટ ટ્રેન અને ધોલેરા પ્રોજેક્ટની સમીક્ષા થઈ શકે વડાપ્રધાનના રોકાણ દરમિયાન ગુજરાતમાં ચાલી રહેલા મહત્ત્વના વિકાસ પ્રોજેક્ટ્સની પ્રગતિ અંગે સમીક્ષા કરી હોવાની શક્યતા છે. ખાસ કરીને અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની વર્તમાન સ્થિતિ અને અત્યાર સુધી થયેલી કામગીરી અંગે રિપોર્ટ મેળવવામાં આવ્યો હોઇ શકે છે. આ ઉપરાંત ધોલેરા પ્રોજેક્ટની કામગીરી, આગામી આયોજન અને વિકાસની ગતિ અંગે પણ ચર્ચા થઈ હોવાની સંભાવના છે. 2027ની વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ અંગે ચર્ચા? વિકાસના મુદ્દાઓની સાથે ગુજરાતના રાજકીય માહોલને ધ્યાનમાં રાખીને ભાજપના સંગઠન અને આગામી ચૂંટણીની તૈયારીઓ અંગે પણ ચર્ચા થઈ હોઈ શકે છે. વર્ષ 2027માં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠનની વર્તમાન સ્થિતિ, પક્ષની રાજકીય રણનીતિ અને આગામી કાર્યક્રમો અંગે નેતાઓ સાથે ચર્ચા કરી હોવાની શક્યતા છે.
Read full article on Divya Bhaskar