Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
crime

ભરતનગરના યુવકના ગૂગલ પે માંથી રૂ.64,000 ઉપડી ગયા:એપીકે ફાઈલ કે અન્ય લિંકથી મોબાઈલ હેંગ કરી શખ્સે ઠગાઈ આચરી

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 October 27, 2026 👁 2 views
ભરતનગરના યુવકના ગૂગલ પે માંથી રૂ.64,000 ઉપડી ગયા:એપીકે ફાઈલ કે અન્ય લિંકથી મોબાઈલ હેંગ કરી શખ્સે ઠગાઈ આચરી
ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં રહેતા યુવકના મોબાઇલમાં અજાણ્યા શખ્સે એપીકે ફાઇલ કે અન્ય લિંક દ્વારા મોબાઈલ હેંગ કરી તેના ગુગલ પે એકાઉન્ટમાંથી રૂ. 64,000 ઉપાડી લીધા હતા. યુવક સાથે ઠગાઈ કરતા આ અંગે ભરતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. એપીકે ફાઇલ કે કોઈ અન્ય લીંક પર ક્લિક મોબાઈળ હેંગ થયો સિલાઈ કામ કરતા આશિષ સતિષ ભટ્ટીએ ભરતનગર પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત.તા 22.10.2026ના સાંજના સાતેક વાગ્યે તેમના મોબાઇલમાં અચાનક અપડેટ પ્રોસેસ થઇ રહી હતી. તેમના દ્વારા મોબાઇલમાં બીજી કાંઈ પ્રોસેસ થતી ન હતી. જેથી તેઓને શંકા છે કે તેમનાથી મોબાઇલમાં અજાણતા કોઈ એપીકે ફાઇલ કે કોઈ અન્ય લીંક પર ક્લિક થઇ જતા અપડેટ થઈ મોબાઇલ હેંગ થઇ ગયો હશે. બીજા દીવસે તા.23.10ના રોજ તેમના મોબાઇલ ફોરમેટ કરાવી ગુગલ પે કનેકટ કરી તેમાં એકાઉન્ટ બેલેન્સ ચેક કરતા રૂ.64,000 ટ્રાન્સફર થયા હતા. જે ગુગલ પે હીસ્ટરીમાં જોતા સાહિલ હુસેન નામની વ્યક્તિના યુપીઆઈ આઈડીમાં ટ્રાન્સફર થયા હતા. ઓટીપી આપ્યા વગર એકાઉન્ટમાંથી 64 હજાર મેળવી લીધા કોઈ અજાણ્યા શખ્સે એપીકે ફાઇલ કે અન્ય લિંક દ્વારા તેમનો મોબાઈલ ફોન હેગ કરી તેમની સાથે ઠગાઈ કરી હતી. તેમની જાણ બહાર તેમના એસબીઆઇ બેન્ક એકાઉન્ટની કોઈ પણ જાતની માહિતી કે ઓટીપી આપ્યો ન હોય તેમ છતાં અજાણ્યા શખ્સે તેમના ગુગુલ પે એકાઉન્ટ માંથી રૂ.64,000 મેળવી લીધા હતા. બનાવ સંદર્ભે પોલીસે અજાણ્યા શખ્સ સામે BNS એક્ટ 319(2) તેમજ આઈ.ટી એક્ટ 66(d) મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan