Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

ભરૂચમાં મેડિકલ લાઈસન્સ આપવા ₹. 40,000 ની લાંચ લેતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ક્લાસ-1 અને ક્લાસ-2 ના અધિકારી ઝડપાયા

📰 The Indian Express 🕐 1 min read 📅 August 18, 2026 👁 2 views
ભરૂચમાં મેડિકલ લાઈસન્સ આપવા ₹. 40,000 ની લાંચ લેતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ક્લાસ-1 અને ક્લાસ-2 ના અધિકારી ઝડપાયા
ભરૂચ સ્થિત ફૂડ એન્ડ ડ્રગ્સ ડીપાર્મેન્ટની કચેરીમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ સફળ ટ્રેપ ગોઠવીને મોટી કાર્યવાહી હાથ ધરી છે. દવાના નવા હોલસેલ લાઈસન્સ આપવાના બદલામાં રૂ. 40,000 ની લાંચ સ્વીકારતા કલાસ-1 ના મદદનીશ કમિશ્નર અને કલાસ-2 ના ડ્રગ્સ ઇન્સ્પેક્ટરને નર્મદા એ.સી.બી. ની ટીમે રંગેહાથ ઝડપી પાડ્યા છે. એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા પ્રાપ્ત જાણકારી અનુસાર, ફરીયાદીએ મદદનીશ કમિશ્નર, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ભરૂચ ખાતે દવાના નવા હોલસેલ પરવાના મેળવવા માટે અરજી કરી હતી. જે દવાના પરવાના આપવા બાબતે આ કામના ફરીયાદીને આરોપી નં.2 કલાસ-2 ના ડ્રગ્સ ઇન્સ્પેક્ટર સુરભીબેને કહ્યું હતું કે તમારા લાઈસન્સની પ્રક્રિયા થઈ જશે પણ 40 થી 50 હજાર રૂપિયા સાહેબને આપવા પડશે તેવી લાંચની માંગણી કરી હતી. જોકે ફરીયાદી આ આરોપીઓને લાંચ આપવા માંગતા ન હતા તેથી તેમણે નર્મદા એ.સી.બી.પો.સ્ટે. નો સંપર્ક કર્યો હતો. જે બાદ આજે એસીબી દ્વારા લાંચનું છટકુ ગોઠવવામાં આવ્યું હતું. ત્યાં જ લાંચના છટકા દરમિયાન ફરીયાદી પાસેથી ફૂડ એન્ડ ડ્રગ્સ ડીપાર્મેન્ટ ભરૂચના મદદનીશ કમિશનર પ્રકાશભાઇ નાનકરામ પોસનાની તથા ડ્રગ્સ ઇન્સ્પેક્ટર સુરભીબેન મોહનલાલ દેસાઈ લાંચના નાણા રૂ.40,000 સ્વીકાર્યા હતા. અને તે જ ક્ષણે એસીબીની ટીમે તેમને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. સરકારી કર્મચારીઓ સામે કાયદેસરની કાર્યવાહી આરોપી અધિકારીઓએ પોતાના રાજ્ય સેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરી ગુનાહિત ગેરવર્તણૂક આચરી હોવાથી એ.સી.બી. એ બંને સામે ભ્રષ્ટાચાર નાબૂદી અધિનિયમ હેઠળ ગુનો નોંધીને ગુના વાળી તમામ રૂ. 40,000 ની રકમ રિકવર કરી લીધી છે. આ પણ વાંચો: પાટણમાં પાક નિષ્ફળ સહાય માટે પણ રિશ્વત, ખેડૂતોને લૂંટનારા લાંચખોર VCE ને એસીબીએ રંગેહાથ પકડ્યો જો કોઈ લાંચ માંગે તો શું કરવું? 1.ACB હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરો કોઈપણ સરકારી કામ માટે કોઈ અધિકારી કે કર્મચારી લાંચ માંગે તો તુરંત જ ACB ના ટોલ-ફ્રી નંબર 1064 પર કૉલ કરો. 2.લેખિત ફરિયાદ નોંધાવો તમારા નજીકના એન્ટી કરપ્શન બ્યુરો પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને પુરાવા સાથે લેખિત ફરિયાદ આપો. 3.ફરિયાદીની ઓળખ ગુપ્ત રહેશે એ.સી.બી. દ્વારા લાંચ માગનારાઓ સામે ટ્રેપ ગોઠવીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે અને ફરિયાદીની ઓળખ ગુપ્ત રાખવામાં આવે છે.
Read full article on The Indian Express

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan