top
ભરૂચમાં શ્રાવણિયા જુગાર રમતા નગરસેવિકાના પતિ સહિત 10 ઝડપાયા:પોલીસે સ્થળ પરથી રોકડ અને મોબાઈલ સહિત ₹37,650નો મુદ્દામાલ જપ્ત કર્યો
ભરૂચના ફાટા તળાવ વિસ્તારમાં આવેલા વૈરાગી વાડમાં શ્રાવણિયા જુગાર રમાઈ રહ્યો હતો. આ માહિતી મળતા જ બી ડિવિઝન પોલીસે ત્યાં દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં કોંગ્રેસના વોર્ડ પ્રમુખ અને મહિલા નગરસેવિકાના પતિ અરવિંદ ત્રિકમ ખુમાણ સહિત 10 લોકોને પકડવામાં આવ્યા હતા. પોલીસે પકડેલા અન્ય લોકોમાં દિનેશ દેવજી બારૈયા, નરેશ ખીમજી રાઠોડ, દિનેશ સવજી દાફડા, જયકિશન જેઠાભાઈ સોંદરવા, અનિલ નાનજી ખુમાણ, ખીમજી વાઘજી મકવાણા, વાલજી હમીર જોગડીયા, અરવિંદ ઘના મકવાણા અને હિંમત જેરામ ખુમાણનો સમાવેશ થાય છે. પોલીસે ઘટનાસ્થળેથી ₹17,150 રોકડા અને ₹20,500ની કિંમતના સાત મોબાઈલ ફોન જપ્ત કર્યા હતા. કુલ ₹37,650નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
Read full article on Divya Bhaskar