Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

બહુચર્ચિત બોગસ ડેથ-ઇન્સ્યોરન્સ કૌભાંડનો આખરી હિસાબ:21 વર્ષ અગાઉ ખાખી-ડોક્ટર અને તલાટીની મિલીભગતથી ઘડાયેલા રેકેટનો ભાગેડુ માસ્ટરમાઇન્ડ મુકેશ પટેલ ઝડપાયો

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 20, 2026 👁 4 views
બહુચર્ચિત બોગસ ડેથ-ઇન્સ્યોરન્સ કૌભાંડનો આખરી હિસાબ:21 વર્ષ અગાઉ ખાખી-ડોક્ટર અને તલાટીની મિલીભગતથી ઘડાયેલા રેકેટનો ભાગેડુ માસ્ટરમાઇન્ડ મુકેશ પટેલ ઝડપાયો
ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે (LCB) 21 વર્ષ જૂના ચર્ચિત ઇન્સ્યોરન્સ કૌભાંડના મુખ્ય ભાગેડુ આરોપીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. કેન્સરથી મૃત્યુ પામેલા પોતાના જ સંબંધીના શબ વિના જ બનાવટી પીએમ અને બોગસ મરણ દાખલા બનાવી રૂ.15.57 લાખથી વધુનો વીમા દાવો પચાવી પાડવાના ગુનામાં સીઆઇડી ક્રાઇમના ચોપડે 2005થી વોન્ટેડ મુકેશ વિઠ્ઠલદાસ પટેલને કલોલ ખાતેથી ઝડપી લેવામાં આવ્યો છે. 1999માં રચાયું હતું કૌભાંડનું ગુનાહિત ષડયંત્ર ગાંધીનગર LCBના પીઆઈ ડી.બી. વાળાની ટીમે મળેલી ચોક્કસ બાતમીના આધારે કલોલની જલારામ સોસાયટીમાં રહેતા અને મૂળ પ્રતાપપુરાના મુકેશ પટેલને તેના ઘર નજીકથી દબોચી લીધો હતો. આરોપી મુકેશ અને તેના મોટા ભાઈ હિતેશ પટેલે વર્ષ 1999માં બ્લડ કેન્સરથી મૃત્યુ પામેલા પોતાના કાકાના દીકરા રામાભાઈ અંબાલાલ પટેલના કૌટુંબિક મૃત્યુને બોગસ અકસ્માતમાં ખપાવી આર્થિક લાભ મેળવવાનું ષડયંત્ર રચ્યું હતું. પીએસઆઈ અને તબીબની મિલીભગતથી મેળવ્યો વીમો આરોપીઓએ સાબરકાંઠાના વિજયનગર પોલીસ સ્ટેશનના તત્કાલીન પીએસઆઈ ઝાલા સાથે મિલીભગત કરી શબ વિના જ અકસ્માતની ખોટી ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ સરકારી તબીબ ડો. પાંડેએ શબ જોયા વિના પીએમ રિપોર્ટ તૈયાર કર્યો હતો અને તલાટીએ બોગસ મરણ દાખલો આપ્યો હતો. આ બોગસ કાગળોના આધારે 'ધી ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ' કંપનીમાંથી રૂ.5 લાખનો વીમો મેળવી લેવાયો હતો. આ ઉપરાંત, ગાંધીનગરની સેશન્સ કોર્ટમાં MACT કેસ દાખલ કરી રૂ.15 લાખનો દાવો માંડી વધારાના રૂ.57,000 પચાવી પાડ્યા હતા. મુખ્ય માસ્ટરમાઇન્ડ 21 વર્ષે પોલીસ પકડમાં વર્ષ 2005માં સી.આઈ.ડી. ક્રાઈમના તત્કાલીન ડી.વાય.એસ.પી. એમ.ડી. લાઠીયાએ કૌભાંડનો પર્દાફાશ કરી ગુનો દાખલ કર્યો હતો. તે સમયે પીએસઆઈ ઝાલા, ડો. પાંડે, તલાટી અને મૃતકના પત્ની સહિતના સહ-આરોપીઓની ધરપકડ કરાઈ હતી. જોકે, મુખ્ય સુત્રધાર મુકેશ પટેલ છેલ્લા 21 વર્ષથી નાસતો ફરતો હતો.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan