top
Big News: PM મોદીની પ્રેરણા અને અમિતભાઈ શાહના માર્ગદર્શનથી ઉકેલાયો મોટો વિવાદ
ડબલ એન્જિનની સરકારનો એટલે કે કેન્દ્ર અને રાજ્યમાં એક જ પક્ષની સરકાર હોય અને મજબૂત અને અડગ નેતૃ્ત્વ હોય તો તેનો કેવો ફાયદો મળે તેનું ઉદાહરણ વધુ એકવાર આજે જોવા મળ્યું... પ્રધાનમંત્રી મોદીની પ્રેરણા અને ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન સાથે દિલ્લીમાં મળેલી નર્મદા નિયંત્રણ પ્રાધિકરણ સમીક્ષા સમિતિની ઐતિહાસિક બેઠક સકારાત્મક નિર્ણય સાથે પૂર્ણ થઇ... કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર પાટીલની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીશ, રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા અને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી ડૉક્ટર મોહનલાલ યાદવની ઉપસ્થિતિમાં સરદાર સરોવર યોજના સાથે જોડાયેલા દશકો જૂના વિવાદનો અંત આવ્યો છે... યોજનામાં જુના બાકી લેણાના નિકાલના મુદ્દાને આખરી ઓપ અપાયો... સાથે જ બાકી ચૂકવણાનો સમયબદ્ધ નિકાલ થાય અને સમજૂતિનો અસરકારક ઉકેલ આવે તે માટે પણ વિશેષ ચર્ચા થઇ છે... આજની આ બેઠકની ફળશ્રુતિ માત્ર નાણા ચુકવણા ઉકેલ માટે નહીં પરંતુ ચાર રાજ્ય વચ્ચેના દશકો જૂના મતભેદો પાછળ છોડી પરસ્પર વિશ્વાસ, સહકાર અને સહિયારા વિકાસના નવા યુગના શરુઆત સમાન ગણાય છે... બેઠક બાદ જળશક્તિમંત્રી સી.આર પાટીલે સોશલ મીડિયાના માધ્યમથી પોસ્ટ કરી પ્રધાનમંત્રીના નેતૃત્વમાં વિકસીત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવાની દિશાનો નિર્ણય ગણાવ્યો છે... સાથે જ એ પણ કહ્યું છે... ઈચ્છાશક્તિ, સંવાદ અને સહકારી સંવાદની ભાવનાથી દાયકાઓ જુના જટીલ વિવાદોનો કાયમી નિરાકરણ લાવી શકાશે... સાથે જ મા નર્મદાનું જળ વિવાદો માટે નહીં પરંતુ ચારેય રાજ્યની સમૃદ્ધી અને ખેડૂતોના કલ્યાણ સાથે દેશના વિકાસનો માધ્યમ બનવાનો સંકલ્પ પણ વ્યક્ત કરાયો છે..
Read full article on Abp News