Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ BJPએ ઉમેદવારો કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ

📰 Abp News 🕐 1 min read 📅 September 25, 2026 👁 1 views
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ BJPએ ઉમેદવારો કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Gandhinagar Municipal Corporation election: ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. ગાંધીનગર મનપાની ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટીએ તમામ ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે કુલ 32 ઉમેદવારોના નામ જાહે કર્યા છે. કુલ 11 વોર્ડમાંથી વોર્ડ નંબર 2, 4 અને 6ના નામો જાહેર કરવાના બાકી છે. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા જાહેર કરાયેલા તમામ ઉમેદવારોને હાર્દિક અભિનંદન અને ભવ્ય વિજય માટે શુભકામનાઓ. pic.twitter.com/kGfZlQ9lnT — BJP Gujarat (@BJP4Gujarat) September 25, 2026 વોર્ડ નંબર 1માં ભાજપે શિલ્પાબેન કનુજી ઠાકોર, અંજના બહેન સુરેશભાઈ મહેતા, ગૌરાંગ સુરેશભાઈ પટેલ, મહેશકુમાર નટુભાઈ ચૌધરીને ટિકિટ આપી છે. વોર્ડ નંબર 3માં ભાજપે મિતલબેન હાર્દિકભાઈ ખિમસુરિયા, સોનાલી ઉરેન પટેલ, અંકિત અશ્વનિ બારોટ, ઉમેશભાઈ રમેશચંદ્ર જહાને ટિકિટ આપવામાં આવી છે. વોર્ડ નંબર 5માં ભાજપે હેમાબેન મંથનકુમાર ભટ્ટ, ધ્વનિ ધવલ શાહ, કનૈયાલાલ ગાંડાભાઈ દેસાઈ, કિંજલકુમાર હરેશભાઈ પટેલને ને ટિકિટ આપવામાં આવી છે. વોર્ડ નંબર 7માં ભાજપે કિંજલબેન દિનેશભાઈ ઠાકોર, સોનલબા ઘનશ્યામસિંહ વાઘેલા, ભાવિક ગુણવંતભાઈ સુતરીયા, શૈલેષકુમાર વિઠ્ઠલભાઈ પટેલને ટિકિટ આપવામાં આવી છે. વોર્ડ નંબર 8માં મનિષાબેન મિતેષકુમાર પ્રજાપતિ, અમિતાબેન કમલેશભાઈ ઉપાધ્યાય, વિષ્ણુજી ગાંડાજી ઠાકોર, મેહુલભાઈ રમણભાઈ પટેલને ટિકિટ આપવામાં આવી છે. વોર્ડ નંબર 9માં શારદાબેન કાળાજી ઠાકોર, વૈદેહી બિપિન રાવલ, જેન્તિભાઈ સદાભાઈ ડાભી, મહેંદ્રભાઈ પ્રહલાદભાઈ પટેલનેને ટિકિટ આપવામાં આવી છે. વોર્ડ નંબર 10માં તન્વીબેન વિષ્વેષભાઈ પટેલ, વિલાસબા રાજેંદ્રસિંહ વાઘેલા, ધર્મેન્દ્રકુમાર વિષ્ણુકુમાર નાયી, ગૌરાંગ દશરથભાઈ પટેલને ટિકિટ આપવામાં આવી છે. વોર્ડ નંબર 11માં કમુબેન માણેકજી ઠાકોર, સેજલબેન કનુભાઈ પરમાર, જશવંતલાલ અંબાલાલ પટેલ, રવિ દિનેશભાઈ પટેલને ટિકિટ આપવામાં આવી છે. 13 ઓક્ટોબરે ચૂંટણીનાં પરિણામો જાહેર થશે રાજ્યના પાટનગર ગાંધીનગર મહાનગરપાલિકા (GMC) ની ચૂંટણીનો સત્તાવાર કાર્યક્રમ પહેલા જ જાહેર થઈ ચૂક્યો છે. આગામી 11 ઓક્ટોબરના રોજ ગાંધીનગર મનપા માટે મતદાન યોજાશે અને 13 ઓક્ટોબરે ચૂંટણીનાં પરિણામો જાહેર કરવામાં આવશે. લોકશાહીના આ પર્વમાં ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 26 સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી છે. ગાંધીનગરમાં કુલ 2,56,443 નોંધાયેલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. મતદાન પ્રક્રિયાને શાંતિપૂર્ણ અને સુગમ બનાવવા સમગ્ર શહેરમાં કુલ 295 મતદાન મથકો ઊભા કરવામાં આવશે. નાગરિકો સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરી શકશે.
Read full article on Abp News

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan