top
ચાલુ ટ્રેનમાંથી પડતા મુસાફરને HDFC બેંક કર્મચારીએ બચાવ્યા:ધોળા સ્ટેશને 250 મીટર દોડી આધેડનો જીવ બચાવ્યો
ધોળા સ્ટેશન પર ચાલુ ટ્રેનમાંથી ઉતરવાનો પ્રયાસ કરતા એક મુસાફર પડી ગયા હતા. બોટાદ HDFC બેંકના કર્મચારી નિકુંજ સાંગાએ સમયસૂચકતા વાપરીને તેમનો જીવ બચાવ્યો હતો. આ ઘટના 25 ઓગસ્ટના રોજ સવારે બની હતી.ભાવનગરથી બોટાદ અને સુરેન્દ્રનગર તરફ જતી ટ્રેન ધોળા સ્ટેશનના પ્લેટફોર્મ પર આવી રહી હતી. ટ્રેન સંપૂર્ણપણે ઉભી રહી ન હતી અને ગતિમાં હતી, ત્યારે આશરે 55 વર્ષના એક આધેડ મુસાફરે ઉતરવાનો પ્રયાસ કર્યો. મુસાફરે સંતુલન ગુમાવતા તેઓ ચાલતી ટ્રેન સાથે ખેંચાવા લાગ્યા હતા. આ દ્રશ્ય જોઈને આસપાસના લોકોમાં ગભરાટ ફેલાયો હતો. તે જ ક્ષણે, લંગાળા ગામના નિકુંજ સાંગાએ તાત્કાલિક કાર્યવાહી કરી આધેડના બંને પગ પકડી લીધા.ટ્રેન પોતાની ગતિમાં આગળ વધી રહી હતી અને નિકુંજ મુસાફર સાથે લગભગ 200 થી 250 મીટર સુધી દોડ્યા હતા. તેમની સમયસૂચકતા અને ઝડપી પ્રતિભાવને કારણે આધેડ મુસાફરનો જીવ બચી ગયો. પોતાના જીવના જોખમે અજાણ્યા વ્યક્તિનો જીવ બચાવવા બદલ નિકુંજ સાંગાની બહાદુરીની પ્રશંસા થઈ રહી છે.
Read full article on Divya Bhaskar