crime
CBI કોર્ટે ત્રણ વર્ષ કેદની સજા ફટકારી:ઈન્કમ ટેક્સ ઓફિસર એક ટ્રસ્ટને કર મુક્તિના પ્રમાણપત્ર આપવા 10 હજારની લાંચ લેતા ઝડપાયા હતા
CBI કોર્ટ અમદાવાદે લાંચ કેસમાં એડિશનલ કમિશનર ઓફ ઈન્કમટેક્સ ઓડિટની કચેરી અમદાવાદમાં ઈન્કમ ટેક્સ ઓફિસર તરીકે કામ કરતા આરોપી જરનૈલ બી. સિંહને ત્રણ વર્ષની સખત કેદ અને 20 હજાર રૂપિયાના દંડની સજા કરી છે. આરોપીની 22 ફેબ્રુઆરી, 2013ના ધરપકડ કરાઈ હતી CBI એ શ્રીલેખા ચેરિટેબલ ટ્રસ્ટને ઈન્કમ ટેક્સ એક્ટની કલમ 11 અને 80G હેઠળ કર મુક્તિના પ્રમાણપત્ર આપવા માટે ફરિયાદી પાસે 10 હજાર રૂપિયાની લાંચ માંગવાના આરોપો હેઠળ 22 ફેબ્રુઆરી, 2013 ના રોજ આ કેસ નોંધ્યો હતો. CBI એ છટકું ગોઠવીને આરોપીને ફરિયાદી પાસેથી 10 હજાર રૂપિયાની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો. આરોપીની 22 ફેબ્રુઆરી, 2013 ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. CBI દ્વારા 31 ઓક્ટોબર, 2013 ના રોજ આ મામલે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.
Read full article on Divya Bhaskar