top
ચીલઝડપ અને પોકેટમારી રોકવા એ-ડિવિઝન CCTVથી નિરીક્ષણ:પાટણમાં દિવાળી પૂર્વે ભીડભાડવાળા વિસ્તારોમાં પોલીસનું સતત પેટ્રોલિંગ
દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને પાટણ જિલ્લા પોલીસ અધિક્ષકની ખાસ સૂચનાથી એ-ડિવિઝન પોલીસ દ્વારા શહેરના મુખ્ય બજારોમાં સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તહેવારો દરમિયાન ખરીદી માટે થતી ભારે ભીડને પગલે સોની બજાર, હિંગળા ચાચર સહિતના સંવેદનશીલ અને વેપારી વિસ્તારોમાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. પાટણ એ-ડિવિઝન પોલીસ પીઆઈ કે.જે. ભોંયે જણાવ્યું હતું કે ચીલઝડપ, ચોરી અને પોકેટમારી જેવા બનાવો પર અંકુશ મેળવવા માટે ખાસ અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે. આ ટીમો દિવસ-રાત સમગ્ર સિટી વિસ્તારમાં સતત રાઉન્ડ લગાવી રહી છે. આ ઉપરાંત, તકનીકી મદદ લેતા સમગ્ર વિસ્તાર પર CCTV કેમેરા દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે. કેમેરા કંટ્રોલ રૂમમાં કોઈ પણ શંકાસ્પદ હિલચાલ નજરે પડતાં જ તાત્કાલિક સંબંધિત પોઈન્ટ પર તૈનાત પોલીસ કર્મચારીઓને તાકીદ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે.દિવાળીના તહેવારમાં કોઈ અણબનાવ ન બને તે માટે પ્રયાસો થઈ રહ્યા છે.
Read full article on Divya Bhaskar