crime
‘પોલીસનો ટોર્ચર’ કે કાયદેસરની કાર્યવાહી? CCTV સામે આવતા હાઇકોર્ટ પહોંચ્યો મામલો
સુરતમાં લિંબાયત પોલીસ સામે ગંભીર આક્ષેપો થતાં હવે મામલો ગુજરાત હાઇકોર્ટ સુધી પહોંચ્યો છે. ટી સેન્ટર સંચાલકને પોલીસ દ્વારા ટોર્ચર અને મારપીટ કરવામાં આવી હોવાના આક્ષેપો લાગ્યા છે. ફરિયાદીનો દાવો છે કે 13 જુલાઈની રાત્રે પોલીસ કર્મચારીઓએ તેની સાથે મારપીટ કરી હતી. એટલું જ નહીં, CCTVમાં વાળ ખેંચીને માર મારતા હોવાના દ્રશ્યો હોવાનો પણ આક્ષેપ કરાયો છે. આ સમગ્ર મામલે પોલીસ કમિશનરને ફરિયાદ કરવા છતાં કોઈ કાર્યવાહી નહીં થઈ હોવાનો ફરિયાદી પક્ષનો દાવો છે. જે બાદ ટી સેન્ટર સંચાલકે ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા છે.
Read full article on News18 Gujarati