Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

ગોધરામાં પાર્કિંગમાંથી મોટરસાયકલના ટાયર ચોરાયા:અજાણ્યા તસ્કરો ફરાર, સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 24, 2026 👁 2 views
ગોધરામાં પાર્કિંગમાંથી મોટરસાયકલના ટાયર ચોરાયા:અજાણ્યા તસ્કરો ફરાર, સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં તસ્કરોએ ચોરીનો નવો કીમિયો અપનાવ્યો છે. ગત 23 ઓગસ્ટની મોડી રાત્રે ગોધરા બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં આવેલા રિયાઝ એવન્યુ એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી મોટરસાયકલોના ટાયર ચોરી થવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, રિયાઝ એવન્યુ એપાર્ટમેન્ટ (દાઉદભાઈ ડેરી સામે) ખાતે રહેતા સ્થાનિક રહીશોએ પોતાની મોટરસાયકલો દરરોજની જેમ એપાર્ટમેન્ટના નીચેના પાર્કિંગ એરિયામાં પાર્ક કરી હતી. રાત્રિના સમયે અજાણ્યા તસ્કરો પાર્કિંગમાં પ્રવેશ્યા હતા અને વાહનોને નિશાન બનાવ્યા હતા. સવારે જ્યારે રહીશો નીચે આવ્યા ત્યારે મોટરસાયકલ નંબર GJ-29-BE-9421 (ડિસ્કવર) ના બંને ટાયર ગાયબ જોવા મળ્યા હતા. આ ઉપરાંત, પાર્કિંગમાં મૂકેલી અન્ય મોટરસાયકલો—જેમાં GJ-17-BF-4424, GJ-17-BC-5191, GJ-17-CD-5468 તથા GJ-17-AP-5945—ના આગળના ટાયરો પણ ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કુલ મળીને અંદાજે ₹15,000/- થી વધુની કિંમતના ટાયરોની ચોરી થઈ હોવાનું પ્રાથમિક અનુમાન છે. તસ્કરો દ્વારા ચોરી કરવાની આ સમગ્ર કરતૂત સીસીટીવી કેમેરામાં સ્પષ્ટપણે કેદ થઈ ગઈ છે. સ્થાનિક રહીશો દ્વારા આ મામલે ગોધરા બી-ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજ કબ્જે કરી તેના આધારે અજાણ્યા ચોર ઇસમોની ઓળખ મેળવી તેમને ઝડપી પાડવા માટે કાયદેસરની વધુ તપાસ હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan