Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
education

Child Future Planning: બાળકના જન્મથી શરૂ કરો SIP, નાની શરૂઆતથી થશે લાખોની બચત

📰 Abp News 🕐 1 min read 📅 September 19, 2026 👁 1 views
Child Future Planning: બાળકના જન્મથી શરૂ કરો SIP, નાની શરૂઆતથી થશે લાખોની બચત

SIP Investment: જ્યારે આપણે બાળકોના અભ્યાસ માટે પ્લાનિંગ કરીએ છીએ, તો સાચા સમયે શરૂ કરવું ખૂબ જરૂરી હોય છે, માત્ર મોટો પૈસો લગાવવો પૂરતો નથી હોતો. જે બાળક અત્યારે સ્કૂલમાં હોય છે, તે જલ્દી જ ધોરણ 8 કે 9 માં પહોંચી જાય છે અને પછી કોલેજ, પ્રોફેશનલ કોર્સ કે વિદેશમાં અભ્યાસ જેવા ખર્ચ સામે આવવા લાગે છે. આ ખર્ચ ધીમે-ધીમે નથી વધતા, પરંતુ અચાનક ખૂબ વધારે થઈ જાય છે.

આજકાલ ભારતમાં પણ અભ્યાસ મોંઘો થઈ ગયો છે અને સારા કોર્સની ફી લાખો રૂપિયા સુધી પહોંચી જાય છે. જો વિદેશમાં અભ્યાસની વાત કરીએ તો ત્યાં ટ્યુશન, રહેવા અને જમવાનો ખર્ચ મળીને આ ખૂબ વધારે થઈ જાય છે. એવામાં જ્યારે બાળક 17–18 વર્ષનું થાય છે, ત્યારે તૈયારી કરવાનો સમય ખૂબ ઓછો રહી જાય છે. તેથી સમય રહેતા SIP શરૂ કરવી એક સારો અને સમજદારીવાળો ઉપાય માનવામાં આવે છે.

આ પણ વાંચો...PF Rule: નોકરી છૂટી ગઈ તો પણ PF વધશે! ₹10 લાખના 50 વર્ષે કેટલા મળશે?

સમયથી બને છે મોટું ફંડ

ઘણા માતા-પિતા વિચારે છે કે 1 કરોડ રૂપિયાનું શિક્ષણ ફંડ બનાવવા માટે ખૂબ વધારે પૈસા એકસાથે રોકાણ કરવા જરૂરી છે. પરંતુ હકિતમાં, શરૂઆત જલ્દી કરવી વધુ મહત્વપૂર્ણ હોય છે, નહીં કે મોટું રોકાણ કરવું. જો કોઈ માતા-પિતા બાળકની 3–4 વર્ષની ઉંમરમાં રોકાણ શરૂ કરી દે છે, તો તેની પાસે કેટલાય વર્ષો હોય છે, જેમાં પૈસા ધીમે-ધીમે વધતા રહે છે. આ લાંબા સમયમાં નાની-નાની માસિક SIP પણ સમય સાથે વધીને મોટું ફંડ બનાવી શકે છે, કારણ કે પૈસાને વધવા માટે પર્યાપ્ત સમય મળી જાય છે.

માની લો જો કોઈ વ્યક્તિ શરૂઆતથી જ ડાઇવર્સિફાઇડ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં SIP શરૂ કરે છે, તો 12 થી 15 વર્ષના લાંબા સમયમાં તેનું રોકાણ ઘણું વધી શકે છે. એવું એટલા માટે થાય છે કારણ કે આમાં મળતું રિટર્ન પણ સમય સાથે પોતાની મેળે વધવા લાગે છે. શરૂઆતના કેટલાક વર્ષોમાં વધારો વધુ અનુભવાતો નથી, કારણ કે રકમ નાની હોય છે. પરંતુ જેમ-જેમ સમય વીતતો જાય છે અને પૈસા વધતા જાય છે, કમ્પાઉન્ડિંગની અસર વધુ મજબૂત દેખાવા લાગે છે, ખાસ કરીને જ્યારે કુલ રોકાણ મોટું થઈ જાય છે.

રોકાણની શરૂઆત જલ્દી કરવી વધુ સારુ

અવારનવાર લોકો વિચારે છે કે અત્યારે તો બાળકના અભ્યાસમાં ઘણો સમય છે, તેથી રોકાણ પછીથી પણ શરૂ કરી શકાય છે. પરંતુ એવું કરવાથી પછીથી વધુ રકમ જમા કરવી પડી શકે છે. જો બાળક નાનું હોય ત્યારથી જ SIP શરૂ કરી દેવામાં આવે, તો ઓછા પૈસામાં પણ સારું ફંડ તૈયાર કરી શકાય છે. વળી, મોડેથી શરૂઆત કરવા પર દર મહિને વધુ રોકાણ કરવું પડે છે.

ધીમે-ધીમે વધારી શકો છો SIP

જરૂરી નથી કે શરૂઆતથી જ મોટી SIP કરવામાં આવે. તમે તમારી સુવિધા અનુસાર નાની રકમથી શરૂઆત કરી શકો છો અને આવક વધવા પર SIP ની રકમ પણ વધારી શકો છો. જેમ કે આજે 5,000 રૂપિયાથી શરૂઆત કરવામાં આવે, તો કેટલાક વર્ષો પછી તેને 8,000 કે 10,000 રૂપિયા કરી શકાય છે. આનાથી બચત પણ વધતી રહે છે અને એકસાથે વધુ બોજ પણ નથી પડતો.

બજારના ઉતાર-ચઢાવથી ગભરાશો નહીં

લાંબા સમયના રોકાણમાં બજારનું ઉપર-નીચે થવું સામાન્ય વાત છે. જો બાળકોના અભ્યાસ માટે 10-15 વર્ષનો સમય છે, તો નાના-મોટા ઉતાર ચઢાવને લઈને પરેશાન થવાની જરૂર નથી. કેટલીય વાર બજાર ગબડવા પર પણ SIP ચાલુ રાખવાથી ફાયદો થઈ શકે છે, કારણ કે એ જ પૈસામાં વધુ યુનિટ્સ મળી જાય છે.

નિયમિત રોકાણથી બને છે મોટું ફંડ

સારૂં ફંડ બનાવવા માટે દરેક વખતે સાચા સમયે રોકાણ કરવું જરૂરી નથી. વધુ જરૂરી એ છે કે રોકાણ વચ્ચે બંધ ન થાય. જે લોકો વર્ષો સુધી નિયમિત રૂપે SIP કરતા રહે છે, તેમના માટે લક્ષ્ય પ્રાપ્ત કરવું આસાન થઈ જાય છે. બાળકોના અભ્યાસ માટે પણ સૌથી મોટો ફાયદો સમયસર શરૂઆત અને સતત રોકાણ કરવાથી મળે છે.

Read full article on Abp News

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan