Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
crime

છત્રાલ GIDCમાં 74 કિલો કોપર વાયર ચોરીનો ભેદ ઉકેલાયો:મૂળ યૂપી-રાજસ્થાનના ત્રણ શખસને પોલીસે દબોચ્યા, પીકઅપ ડાલા સહિત કોપર વાયરનો મુદ્દામાલ રીકવર

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 October 31, 2026 👁 1 views
છત્રાલ GIDCમાં 74 કિલો કોપર વાયર ચોરીનો ભેદ ઉકેલાયો:મૂળ યૂપી-રાજસ્થાનના ત્રણ શખસને પોલીસે દબોચ્યા, પીકઅપ ડાલા સહિત કોપર વાયરનો મુદ્દામાલ રીકવર
ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના છત્રાલ GIDC વિસ્તારમાં એક ઇલેક્ટ્રિક દુકાનમાં ત્રાટકીને 74 કિલો કોપર વાયર ચોરી કરી નાસી છૂટેલા આંતરરાજ્ય ચોર ગેંગના ત્રણ શખસોને 74 હજારની કિંમતના મુદ્દામાલ સાથે દબોચી લઈ ગણતરીના દિવસોમાં ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે. 74 હજારના વાયરની ચોરી કરી હતી કલોલ તાલુકાના છત્રાલ GIDC ફેઝ-2 ખાતે જૂની ખોડીયાર હોટલ રોડ પર આવેલા પ્લોટ નંબર 1801માં ગણેશ ઇલેક્ટ્રિક વર્ક્સ નામની દુકાન આવેલી છે. 17થી 18 ઓક્ટોબર દરમિયાન કોઈ અજાણ્યા તસ્કરો આ દુકાનનું શટર ઊંચું કરીને અંદર પ્રવેશ્યા હતા અને ત્યાંથી અંદાજે 74 કિલોગ્રામ વજનનો કોપર વાયર કિંમત રૂપિયા 74000નો ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. બામતીના આધારે પોલીસે ત્રણ શખસને ઝડપી પાડ્યા આ મામલે કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આ અંગે PI જે.જે.ગઢવી સહિતની ટીમે CCTV ફૂટેજનું એનાલિસિસ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પેટ્રોલિંગમાં ફરતી ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, આ ચોરીને અંજામ આપનાર ઇસમો ચોક્કસ વાહન સાથે અમદાવાદ તરફ છે. આ બાતમીના આધારે પોલીસે ધર્મેન્દ્રસિંહ ઉર્ફે પોપલ વીરેન્દ્રસિંહ માવનાસિંહ જાદવ (રહે. લાંભા, અમદાવાદ; મૂળ મથુરા, ઉત્તર પ્રદેશ), દિનેશ જુમ્મન ગીરધારી (રહે. નારોલ, મૂળ.રાજસ્થાન) અને પવન પીરવંતસિંહ શિવનારાયણ રાઠોડ (રહે. શાહવાડી,મૂળ ઉત્તર પ્રદેશ) નામના ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા. જેમની પાસેથી ગુનામાં ઉપયોગમાં લેવાયેલા પીકઅપ ડાલુ તેમજ ચોરી થયેલા સમગ્ર 74 કિલોગ્રામ કોપર વાયર રીકવર કરી ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan