Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
crime

ચિખલીમાં જમીનના બનાવટી દસ્તાવેજો બનાવી છેતરપિંડી:ઝુબેર મેમણ અને દિલીપ રાજપુત સામે ગુનો નોંધાયો; એન્જલ મેન્સવેરમાં કાવતરું રચી ₹70 લાખની ઠગાઈનો આરોપ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 October 28, 2026 👁 1 views
ચિખલીમાં જમીનના બનાવટી દસ્તાવેજો બનાવી છેતરપિંડી:ઝુબેર મેમણ અને દિલીપ રાજપુત સામે ગુનો નોંધાયો; એન્જલ મેન્સવેરમાં કાવતરું રચી ₹70 લાખની ઠગાઈનો આરોપ
નવસારી જિલ્લાના ચિખલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જમીનના બનાવટી દસ્તાવેજ બનાવી ₹70,00,000 ની ગંભીર છેતરપિંડી આચરવાનો મામલો સામે આવ્યો છે. મોજે ચીખલી ખાતે એન્જલ મેન્સવેર નામની દુકાનમાં સુનિયોજિત કાવતરું રચીને જમીન સોદાના નામે ફરિયાદી શંકરભાઈ ભોઈ સાથે લાખો રૂપિયાની ઠગાઈ કરવામાં આવી હતી. આ મામલે પોલીસે બે શખ્સો સામે વિગતવાર ગુનો નોંધી આગળની કાનૂની તપાસ હાથ ધરી છે. બનાવટી દસ્તાવેજો બનાવી રચ્યું કાવતરું ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપી ઝુબેર મેમણ અને દિલીપભાઈ રાજપુતે એકબીજાની મદદગારીથી ગુનાહિત કાવતરું રચ્યું હતું. આરોપીઓએ મોજે થાલા ગામ ખાતે આવેલ સર્વે નંબર 418 ની બિનખેતી જમીન તથા સર્વે નંબર 440 ની ખેતીની જમીનની ખોટી માલિકી ઊભી કરી હતી. દિલીપભાઈની દુકાનમાં સોદો નક્કી કરી બનાવટી વેચાણ દસ્તાવેજો તૈયાર કરાયા હતા. આ દસ્તાવેજોને સાચા તરીકે દર્શાવી ફરિયાદી પાસેથી ટુકડે-ટુકડે નાણાં મેળવ્યા હતા. જમીન કે નાણાં પરત ન આપ્યા આરોપીઓએ જમીનના સોદા પેટે નાણાં પડાવી લીધા બાદ જમીન કે નાણાં કંઈ પણ પરત આપ્યું ન હતું. આ રીતે ફરિયાદી સાથે કુલ ₹70,00,000 ની છેતરપિંડી આચરવામાં આવી હોવાનું સ્પષ્ટ થયું છે. ભોગ બનનાર ફરિયાદીને છેતરપિંડીનો અહેસાસ થતાં તેમણે આખરે ચિખલી પોલીસ મથકે પહોંચી બંને આરોપીઓ વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી બનાવ અંગે ચિખલી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ગંભીર ગુનાની આગળની વધુ તપાસ ચિખલી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર. એન. વાડલે દ્વારા ચલાવવામાં આવી રહી છે. પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવા અને બનાવટી દસ્તાવેજો અંગેના કાગળો કબજે કરવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan