Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
crime

સુરત એરપોર્ટ પર બોમ્બ હોવાનો કોલ આવતાં સુરક્ષા એજન્સીઓ દોડતી:CISF, પોલીસ અને ફાયર બ્રિગેડનું સંયુક્ત મોકડ્રીલ; 37 મિનિટમાં ખતરો ટળ્યો

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 October 28, 2026 👁 1 views
સુરત એરપોર્ટ પર બોમ્બ હોવાનો કોલ આવતાં સુરક્ષા એજન્સીઓ દોડતી:CISF, પોલીસ અને ફાયર બ્રિગેડનું સંયુક્ત મોકડ્રીલ; 37 મિનિટમાં ખતરો ટળ્યો
સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અચાનક એર ટ્રાફિક કંટ્રોલ (ATC) બિલ્ડિંગમાં બોમ્બ મૂકાયો હોવાનો કોલ આવતાં જ સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ હતી. જોકે, આ કોઈ વાસ્તવિક ઘટના નહોતી પરંતુ સુરક્ષા દળો અને વિવિધ ઈમરજન્સી વિભાગોની સજ્જતા ચકાસવા માટે યોજાયેલી વાર્ષિક 'બોમ્બ થ્રેટ મોક એક્સરસાઇઝ-2026' હતી. CISF, સુરત શહેર પોલીસ, એરપોર્ટ ઓથોરિટી અને ફાયર વિભાગ દ્વારા સંયુક્ત રીતે આ મોકડ્રીલ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી. દેશભરમાં મળી રહેલી ધમકીઓને ધ્યાને રાખી કવાયત હાથ ધરાઈ તાજેતરના સમયમાં દેશના વિવિધ રાજ્યો, મેટ્રો શહેરો તેમજ સુરતની કેટલીક શાળાઓ, સરકારી કચેરીઓ અને મહત્વપૂર્ણ સંસ્થાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા કોલ્સ આવ્યા હોવાની ઘટનાઓ સામે આવી છે. આવી સંવેદનશીલ પરિસ્થિતિઓમાં આપાતકાલીન વ્યવસ્થા અને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર કેટલી કારગત નીવડે છે તેની ચકાસણી કરવાના હેતુથી સુરત એરપોર્ટ પર આ મોટા પાયે સંયુક્ત કવાયત હાથ ધરવામાં આવી હતી. સવારે 10:45 વાગ્યે અજાણ્યા શખ્સે ATCમાં બોમ્બ હોવાનો દાવો કર્યો મોકડ્રીલની શરૂઆત સવારે આશરે 10:45 કલાકે થઈ હતી. એર ટ્રાફિક કંટ્રોલના એક પ્રતિનિધિને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો, જેમાં સામેવાળા શખ્સે બિલ્ડિંગમાં વિસ્ફોટક મૂક્યો હોવાનું જણાવ્યું હતું. કોલ મળતાં જ એરપોર્ટ પર તાત્કાલિક બોમ્બ થ્રેટ એસેસમેન્ટ કમિટીની બેઠક બોલાવવામાં આવી હતી. આ સાથે જ સિક્યોરિટી ઓપરેશન કંટ્રોલ સેન્ટર અને બોમ્બ થ્રેટ કંટ્રોલ રૂમને એક્ટિવ કરી દેવાયા હતા. તમામ એજન્સીઓ મેદાનમાં ઉતરી, 11:22 વાગ્યે ધમકી નકારી કઢાઈ કોલ બાદ તરત જ CISFની ક્વિક રિએક્શન ટીમ, બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ, ગુજરાત BDDS અને સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ ઉપરાંત સુરત મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અને મેડિકલ સ્ટાફ પણ સ્ટેન્ડબાય થઈ ગયો હતો. સમગ્ર પરિસ્થિતિનું ઝીણવટભર્યું મૂલ્યાંકન કર્યા બાદ સવારે 11:22 વાગ્યે આ કોલને સત્તાવાર રીતે ‘નોન-સ્પેસિફિક’ જાહેર કરવામાં આવ્યો હતો. ઉચ્ચ અધિકારીઓની સીધી દેખરેખ હેઠળ 12:02 વાગ્યે કવાયત સંપન્ન થઈ આ સમગ્ર મોકડ્રીલ સુરત એરપોર્ટ ડાયરેક્ટર આનંદ એન. શર્મા, CISF ASG યુનિટના ડેપ્યુટી કમાન્ડન્ટ/CASO રાહુલ કાલા તેમજ સુરત શહેરના ‘M’ ડિવિઝન એસીપી શ્વેતા ડેનિયલની સીધી દેખરેખ હેઠળ યોજાઈ હતી. તમામ વિભાગોએ પોતાની વ્યાવસાયિક કુશળતા અને ત્વરિત સંકલન દર્શાવ્યું હતું. બપોરે 12:02 કલાકે સમગ્ર કવાયત આટોપી લેવામાં આવી હતી. ડી-બ્રીફિંગ સત્રમાં સુરક્ષા વધુ મજબૂત કરવા પર ચર્ચા મોકડ્રીલ પૂર્ણ થયા બાદ એરપોર્ટ પર તમામ એજન્સીઓના વડાઓ સાથે એક વિસ્તૃત ડી-બ્રીફિંગ સત્ર યોજાયું હતું. જેમાં વિવિધ એજન્સીઓના પ્રતિનિધિઓ અને સુપરવાઇઝર્સે પોતાના મંતવ્યો અને નિરીક્ષણો રજૂ કર્યા હતા. ભવિષ્યમાં કોઈપણ પ્રકારની અણધારી ઈમરજન્સી સામે એજન્સીઓ વચ્ચેનું સંકલન વધુ મજબૂત બને અને રિસ્પોન્સ ટાઈમ હજુ ઘટે તે દિશામાં મહત્વના સૂચનો કરવામાં આવ્યા હતા. આ સફળ મોકડ્રીલ દ્વારા સુરત એરપોર્ટ સુરક્ષા વ્યવસ્થાની દ્રષ્ટિએ સંપૂર્ણ સજ્જ હોવાની સાબિતી મળી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan