Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
top

CISFએ 56 વર્ષ જૂનું સુરક્ષા માળખું બદલ્યું:ફંક્શનલ સેક્ટરમાં ફેરફાર, એકસરખું કામ કરતી ઇન્ડસ્ટ્રીઝની સુરક્ષા માટે વિશેષ સેક્ટર બનાવાશે

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 November 1, 2026 👁 1 views
CISFએ 56 વર્ષ જૂનું સુરક્ષા માળખું બદલ્યું:ફંક્શનલ સેક્ટરમાં ફેરફાર, એકસરખું કામ કરતી ઇન્ડસ્ટ્રીઝની સુરક્ષા માટે વિશેષ સેક્ટર બનાવાશે
કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF)એ સૌથી મોટો વહીવટી ફેરફાર કર્યો છે. દળે આજથી પોતાના 56 વર્ષ જૂના ટેરિટોરિયલ કમાન્ડ મોડલને સમાપ્ત કરીને ફંક્શનલ સેક્ટર મોડલ અપનાવી લીધું છે. દળ અત્યાર સુધી ઝોનના આધારે કામ કરતું હતું. જેમ કે- મુંબઈ ઝોનના એક જ અધિકારી પાસે પાવર પ્લાન્ટ પણ હોય અને કોલસાની ખાણ પણ. તેના કારણે સુરક્ષા વ્યવસ્થા મિશ્રિત રહેતી હતી. નવા મોડલમાં એકસરખા ઔદ્યોગિક એકમોને એક જ છત્ર હેઠળ લાવવામાં આવ્યા છે. એટલે કે દેશભરના તમામ પાવર પ્લાન્ટ, તમામ સ્ટીલ પ્લાન્ટ અને તમામ બંદરો હવે એક-એક વિશેષ સેક્ટરના અધિન રહેશે. આ ફેરફારની અસર વીજળી, કોલસા, સ્ટીલ, પેટ્રોલિયમ અને કુદરતી ગેસના એકમો પર પડશે. સરકારી ઇમારતો, સંગ્રહાલયો, સ્મારકો, સમુદ્રી બંદરો અને દિલ્હી મેટ્રો જેવી સંસ્થાઓની સુરક્ષા માટે કુલ 11 સેક્ટર બનાવવામાં આવશે. સુરક્ષા વ્યવસ્થામાં ફેરફાર અત્યાર સુધી CISFના ક્ષેત્રિય અને વહીવટી મથકો પ્રાદેશિક અધિકારક્ષેત્રના આધારે બનાવવામાં આવ્યા હતા. તેના કારણે એક જ ફીલ્ડ ફોર્મેશન અલગ-અલગ વિસ્તારોના એકમોની સુરક્ષા સંભાળતું હતું. ઉદાહરણ તરીકે, કોઈ ફીલ્ડ ફોર્મેશન પાસે વીજળી અને કોલસા ક્ષેત્રની એકમોની જવાબદારી એકસાથે રહેતી હતી. અંતરિક્ષ, પરમાણુ ઊર્જા અને હવાઈમથકોની સુરક્ષા કરતી CISF એકમો તેનો અપવાદ હતી. આ એકમો પહેલેથી જ એક જ કમાન્ડ હેઠળ હતાં. CISFએ જણાવ્યું કે આ બદલાવનો મૂળ સિદ્ધાંત એ છે કે સુરક્ષા માત્ર સંપત્તિના સ્થાનના આધારે નક્કી ન થવી જોઈએ. એ પણ જોવું જોઈએ કે સંપત્તિ શું કામ કરે છે અને તેના પ્રભાવિત થવાથી દેશ પર શું અસર પડશે. પોર્ટ સેક્ટરના નામ બદલાયા આ બદલાવ હેઠળ મુંબઈ મુખ્યાલય ધરાવતા CISFના વેસ્ટર્ન સેક્ટરનું નામ બદલીને વેસ્ટ કોસ્ટ પોર્ટ સેક્ટર કરવામાં આવ્યું છે. ચેન્નઈ સ્થિત સધર્ન સેક્ટરનું નામ ઈસ્ટ કોસ્ટ પોર્ટ સેક્ટર કરવામાં આવ્યું છે. 2025માં કેન્દ્ર સરકારે CISFને સમુદ્રી બંદરોની સુરક્ષા માટે નોડલ દળ બનાવ્યું હતું. સરકારે CISFને આ ક્ષેત્ર માટે રિકગ્નાઈઝ્ડ સિક્યુરિટી ઓર્ગેનાઈઝેશન (RSO) તરીકે પણ અધિકૃત કર્યું હતું. 1969માં CISFની રચના થઈ હતી CISFની રચના 1969માં થઈ હતી. હાલમાં દળમાં આશરે 2.70 લાખ કર્મચારીઓ છે. CISF જાહેર અને ખાનગી ક્ષેત્રની મહત્વપૂર્ણ એકમોની સુરક્ષા કરે છે. આ ઉપરાંત, દળ 70થી વધુ નાગરિક વિમાનમથકોની સુરક્ષાની જવાબદારી સંભાળે છે. પરમાણુ અને એરોસ્પેસ ક્ષેત્રોની સુરક્ષાની જવાબદારી પણ CISF પાસે છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan